પરીક્ષામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીએ કર્યું ચૂંબન, વીડિયો વાયરલ થતા ગુજરાતની આ યુનિવર્સિટીમાં હાહાકાર મચ્યો
વડોદરામાં મહારાજા સયાજીરાવ બરોડા યુનિવર્સિટી (MSU)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરીક્ષા દરમિયાન ક્લાસરૂમમાં એક છોકરો અને છોકરી ચુંબન કરી રહ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ યુનિવર્સિટી વહીવટીતંત્રે સોમવારે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.
આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પના ગવળીએ જણાવ્યું હતું કે આ વીડિયો તાજેતરની બેકલોગ પરીક્ષા દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ વીડિયો કોઈ અજાણ્યા વ્યક્તિએ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને બનાવ્યો હતો. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને તેની જાણ નહોતી. વીડિયો વાયરલ થયા બાદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો સોમવારે ગવળીને મળ્યા હતા અને આવી પ્રવૃત્તિઓ અટકાવવામાં નિષ્ફળ જવા બદલ પરીક્ષા સુપરવાઇઝર અને બંને વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી.
પત્રકારો સાથે વાત કરતા ગવળીએ કથિત કૃત્યની નિંદા કરી અને વીડિયોમાં દેખાતા છોકરા અને છોકરી અને ક્લિપ બનાવનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં મોબાઇલ ફોનની મંજૂરી હોતી નથી. આ સિવાય કેમ્પસમાં 2 વિદ્યાથીઓ ચૂંબન કરી રહ્યા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે.
સંસ્કારી નગરી સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીના ક્લાસરૂમ અને કોમર્સ ફેકલ્ટીની બિલ્ડિંગ પાસેનો વીડિયો વાયરલ #Vadodara #Students #MSUniversity pic.twitter.com/oqv3Euu2UH — Jay Acharya ( Journalist ) (@AcharyaJay22_17) October 13, 2025
સંસ્કારી નગરી સંસ્કારી નગરી વડોદરાની MS યુનિવર્સિટીના ક્લાસરૂમ અને કોમર્સ ફેકલ્ટીની બિલ્ડિંગ પાસેનો વીડિયો વાયરલ #Vadodara #Students #MSUniversity pic.twitter.com/oqv3Euu2UH
‘બેકલોગ’ પરીક્ષાઓ એવા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે જેઓ અગાઉની પરીક્ષાઓ પાસ કરવામાં નિષ્ફળ ગયા હોય. આવી પરીક્ષા દરમિયાન વર્ગખંડમાં આવા વર્તનની ઘટના ગંભીર ચિંતાનો વિષય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે યુનિવર્સિટી વહીવટીતંત્ર હવે આ બાબતની તપાસ કરી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp