અંબાલાલ પટેલે ચોમાસાની વિદાઇ અને શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીને લઈને કરી મોટી આગાહી

અંબાલાલ પટેલે ચોમાસાની વિદાઇ અને શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીને લઈને કરી મોટી આગાહી

09/16/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અંબાલાલ પટેલે ચોમાસાની વિદાઇ અને શિયાળાની ગાત્રો થીજવતી ઠંડીને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં અત્યારે મેઘારાજાએ વિરામ લીધો છે, પરંતુ ક્યાંક ક્યાંક ઝાપટાંઓમા વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાની વિદાય માટે સ્થિતિ બની રહી છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 108 ટકા કરતા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધારે 136 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 93 ટકા વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2-3 દિવસ બાદ ચોમાસું ધીમે ધીમે વિદાય લઈ શકે છે અને વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી જશે. તો બીજી તરફ આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદની વિદાઇ અને શિયાળાની કડકડતી ઠંડીને લઈને આગાહી કરી છે.


અંબાલાલ પટેલે વરસાદની વિદાઇને લઈને શું કહ્યું?

અંબાલાલ પટેલે વરસાદની વિદાઇને લઈને શું કહ્યું?

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બંગાળના ઉપસાગરમાં એક બાદ એક સિસ્ટમ બનશે, જેથી ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ચોમાસાના વિદાયના પડઘમ વાગી રહ્યા છે. ચોમાસાની વિદાય ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના  અન્ય ભાગમાંથી વિદાય થવાની શક્યતા છે. એન્ટી સર્ક્યુલેશન બનાવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે,  15-22 સપ્ટેમ્બર વચ્ચે ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનના ભાગોમાંથી ચોમાસું વિદાય લેતુ જોવા મળશે.  30 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆતમાં રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઇ જશે. કારકત માસમાં માવઠા પડવાની શક્યતા છે.

ઓક્ટોબર માસમાં હવામાં હળવા દબાણ ઊભું થતા રાજ્યમાં ચોમાસાની વિદાય થઇ હોવા છતા કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા રહેશે.  જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 

અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈ પણ આગાહી કરી છે.  તેમણે કહ્યું ડિસેમ્બરની શરુઆતમાં સામાન્ય ઠંડી જોવા મળશે. 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનો ચમકારો રહેશે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બર અંત સુધીમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં 8-10 ડિગ્રી રહેવાની શક્યતા રહેશે. ઉત્તરાયણ બાદ ઠંડીનો ભારે ચમકારો આવશે.

12,13 અને 14 જાન્યુઆરી બાદ ઠંડીનો ચમકારો ફરી જોવા મળશે.  લઘુત્તમ તાપમાનમાં 15-16 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ડિસેમ્બર  મહિનાના અંતમાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળશે.


હવામાન વિભાગે શું કહ્યું?

હવામાન વિભાગે શું કહ્યું?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 16 સપ્ટેમ્બરના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, જિલ્લામાં અલગ અલગ સ્થળોએ હળવા વાવાઝોડા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આવતી કાલે 17 સપ્ટેમ્બરના રોજ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ હળવા વાવાઝોડા સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top