દહેરાદુનમાં બની વાદળ ફાટવાની ઘટના, અચાનક કાટમાળ ઘસી આવતાં આટલા લોકો દટાયા, જુઓ તબાહીના દ્રશ્યો!
ઉતરાખંડના દેહરાદૂનમાં ફરી વાદળ ફાટવાથી તબાહીના સમાચાર સામે આવ્યા છે. સોમવાર મોડી રાત્રે દહેરાદુનના સહસ્ત્રધારા અને મસૂરી વિસ્તારોમાં વાદળ ફાટવાથી ભારે હડકંપ મચ્યો છે. માહિતી મુજબ સહસ્ત્રધારાના કાર્ડિગડ ગામ અને આસપાસના વિસ્તારોમાં થયેલી આ કુદરતી આફતમાં અનેક હોટલ અને દુકાનોને વહી ગઈ છે. અને આ વિસ્તારની બજારમાં વહી આવેલો કાટમાળ ઠેર ઠેર ફેલાઈ ગયો છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
મળતી માહિતી મુજબ, મુખ્ય બજારમાં રાત્રે અંદાજે 11:30 વાગ્યે વાદળ ફાટતાં ભીષણ કાટમાળ ઘસી આવ્યો હતો. ભીષણ પ્રવાહને કારણે બે થી ત્રણ મોટી હોટલો તથા 7 થી 8 દુકાનો સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં લગભગ 100 જેટલા લોકો કાટમાળ વચ્ચે ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક ગ્રામજનોએ ભારે પ્રયત્નો પછી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હજુ સુધી 1-2 લોકો ગુમ હોવાનું મનાય છે, પરંતુ આ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે. તેમના શોધી કાઢવાની કામગીરી સતત ચાલી રહી છે.
રાત્રે 2 વાગ્યે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી અનુસાર SDRF અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે મોકલાઈ હતી, પરંતુ રસ્તા પર પડેલા ભારે કાટમાળના કારણે તેઓ તરત પહોંચી શક્યા ન હતા. જાહેર બાંધકામ વિભાગની JCB ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રસ્તો ખોલવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
મંગળવારે સવારથી દહેરાદૂનમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે, આઈટી પાર્ક નજીક મોટા પ્રમાણમાં કાટમાળ ધસી ગયો હતો, જેના કારણે સોંગ નદીનું પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે. પોલીસે નદીકાંઠે રહેતા લોકોને ચેતવણી આપી છે અને તેમને સુરક્ષિત સ્થળોએ જવા કહ્યું છે. બીજી બાજુ, મસૂરીમાં પણ મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે, મસૂરી દેહરાદૂન પાની વાલા બેન્ડ પાસે ભૂસ્ખલન થવાથી માર્ગ બંધ થઈ ગયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp