શાહરુખના પુત્ર આર્યન ખાન વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે મામલો
શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનનો વિવાદો સાથે ગાઢ અને જૂનો સંબંધ છે. પહેલા ડ્રગ્સ કેસ, પછી ‘બેડ્સ ઓફ બોલિવૂડ’માં તેની ભૂમિકાને લગતો વિવાદ અને હવે એક વાયરલ વીડિયોએ આર્યન ખાનને ફરીથી મુશ્કેલીમાં મુકી દીધો છે. તાજેતરમાં, શાહરૂખ ખાનના મોટા પુત્ર આર્યન ખાનનો એક વીડિયો વાયરલ થયો છે, જેનાથી સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે ભરાયા છે. હવે, મામલો એ હદ સુધી વધી ગયો છે કે એક વકીલે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વીડિયોમાં શું હતું? ચાલો જાણીએ:
આર્યન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બેંગલુરુના એક પબમાં છે અને કથિત રીતે એક જાહેર કાર્યક્રમમાં ભીડની સામે મિડલ ફિંગર બતાવી રહ્યો છે. વાયરલ વીડિયો વાયરલ થવાથી લોકોમાં આક્રોશ તો છે જ, પણ બેંગલુરુ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, સેન્કી રોડના રહેવાસી અને વ્યવસાયે વકીલ ઓવૈઝ હુસૈન એ. એ પોલીસ મહાનિર્દેશક, બેંગલુરુ શહેર પોલીસ કમિશનર, DCP, કબ્બન પાર્ક પોલીસ સ્ટેશન અને કર્ણાટક રાજ્ય મહિલા આયોગને ફરિયાદ નોંધાવી છે. તેમણે જાહેરમાં અશ્લીલ કૃત્યો કરવા બદલ આર્યન ખાન વિરુદ્ધ FIRની માંગ કરી છે.
અહેવાલો અનુસાર હુસૈને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે જ્યારે આર્યન ખાને આ હરકતો કરી ત્યારે પબમાં ઘણી મહિલાઓ હાજર હતી. તેનો દાવો છે કે આ મહિલાઓની ગરિમાનું અપમાન છે અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત જોગવાઈઓને આધીન છે. વકીલે વધુમાં આરોપ લગાવ્યો હતો કે આ પબ્લિકલી લોકોને અસહજ અનુભવ કરાવવા, શરમસાર અને ભાવનાત્મક તકલીફ પહોંચાડવાનો છે. આ બેંગલુરુની સ્વચ્છ છબીને કલંકિત કરે છે.
ઓવૈઝ હુસૈન એસ.ની ફરિયાદ નોંધ્યા પછી, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હાકે અક્ષય મચ્છિન્દ્રાએ કહ્યું કે સોશિયલ મીડિયા પોસ્ટ અને તેમને મળેલા પબના ફૂટેજના આધારે તેમણે તપાસ શરૂ કરી દીધી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp