પુતિન માટેના ખાસ ડીનરમાં શશી થરૂરને બોલાવી રાહુલ ગાંધીને ન બોલાવતા કોંગ્રેસીઓ અકળાયા! જાણો સમગ્

પુતિન માટેના ખાસ ડીનરમાં શશી થરૂરને બોલાવી રાહુલ ગાંધીને ન બોલાવતા કોંગ્રેસીઓ અકળાયા! જાણો સમગ્ર મામલો

12/06/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

પુતિન માટેના ખાસ ડીનરમાં શશી થરૂરને બોલાવી રાહુલ ગાંધીને ન બોલાવતા કોંગ્રેસીઓ અકળાયા! જાણો સમગ્

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂર ફરી એકવાર વિવાદનું કેન્દ્ર બનીને ઉભરી આવ્યા છે. વાત જાણે એમ છે કે, 5 ડિસેમ્બરના રોજ, રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન માટે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વિપક્ષ તરફથી માત્ર કોંગ્રેસના સાંસદ શશી થરૂરને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમણે આ આમંત્રણ સ્વીકાર્યું પણ હતું. પરંતુ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ આમંત્રણ ન મળતા, થરૂર હવે તેમની જ પાર્ટીના નેતાઓના નિશાને આવી ગયા છે.



કોંગેસના નેતાઓની અકળામણ

કોંગેસના નેતાઓની અકળામણ

આ મુદ્દે કોંગેસના કેટલાક નેતાઓ પોતાની અકળામણ ઠાલવી સરકાર તેમજ શશી થરૂરને નિશાને લઈ રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના નેતા પવન ખેડાએ શશી થરૂરના ડિનરમાં જઈ આવવાના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે, શું થરૂરને આ 'રમત' વિશે ખબર નહોતી. જ્યારે મારા નેતાઓને આમંત્રણ આપવામાં આવતું નથી, પરંતુ મને આપવામાં આવે છે, તો આપણે સમજવું જોઈએ કે આ રમત શા માટે રમાઈ રહી છે, કોણ આ રમત રમી રહ્યું છે અને આપણે તેનો ભાગ શા માટે બનવું જોઈએ." પવન ખેડાએ વધુમાં કહ્યું કે, 'આમંત્રણ મોકલવામાં આવ્યું અને તે સ્વીકાર પણ કરવામાં આવ્યું તે આશ્ચર્યજનક છે. દરેકની અંતરાત્માનો એક અવાજ હોય છે.'



શશી થરૂરનું નિવેદન

શશી થરૂરનું નિવેદન

ત્યારે આ બાબતે શશી થરૂરે પણ ડિનરમાં જોડાતા પહેલા એક નિવેદન આપ્યું હતું કે, 'હું ચોક્કસપણે ડિનરમાં હાજરી આપીશ.' ઉપરાંત તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે, વિપક્ષના નેતાઓને ન બોલાવવા તે યોગ્ય નથી. થરૂરે કહ્યું કે, 'મને ખબર નથી કે આમંત્રણ કયા આધારે મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ હું ચોક્કસ જઈશ. પરંતુ તે પણ યોગ્ય નથી કે વિપક્ષના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા નથી.' ત્યારે  જયરામ રમેશે પણ X પર એ વાતની પુષ્ટિ કરી હતી કે, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે બંનેને પુતિન સાથેના ડિનરમાં આમંત્રણ મળ્યું ન હતું.



આ ઘટના પહેલાં જ 4 ડિસેમ્બરે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વિદેશી ડેલિગેશનોને ન મળવા દેવા બાબતે આરોપ લગાવ્યો હતો. જો કે, સરકારે આ આરોપોને ફગાવી દેતા કહ્યું હતું કે, '9 જૂન, 2024ના રોજ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા ત્યારથી તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સહિત ઓછામાં ઓછા ચાર રાષ્ટ્રાધ્યક્ષોને મળી ચૂક્યા છે.'


શશી થરૂર સામે વિવાદ પહેલી વખત નથી

શશી થરૂર સામે વિવાદ પહેલી વખત નથી

અને શશી થરૂરની વાત કરીએ તો આ પ્રથમ વખત નથી જ્યારે તેમને પોતાની જ પાર્ટીના સભ્યોની ટીકા સહન કરવી પડી હોય. આ પહેલા પણ 'ઓપરેશન સિંદૂર' બાદ વિદેશમાં ભારતીય ડેલિગેશનનું પ્રતિનિધિત્વ કરવા બદલ તેમની ટીકા થઈ ચુકી છે. અને તાજેતરમાં જ, પીએમ નરેન્દ્ર મોદીની લોર્ડ મેકોલે પરની સ્પીચ વખતે તેમની હાજરી અને ત્યારબાદ કરેલી તેમની પ્રશંસા પર પણ પાર્ટીના સાથીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top