પટના એરપોર્ટ પર વિદાય આપતી વખતે નીતિશ કુમાર PM મોદીને પગે પડ્યા, જુઓ વીડિયો
બિહાર ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીત બાદ, ગુરુવારે રાજધાની પટનામાં નીતિશ કુમાર અને તેમના નવા મંત્રીમંડળના મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના બે નાયબ મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાએ પણ શપથ લીધા. પટનાના ગાંધી મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
શપથ ગ્રહણ સમારોહ માટે તૈયાર કરાયેલા સ્ટેજ પર વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી નીતિશ સાથે બેઠા જોવા મળ્યા હતા અને તેમની વાતચીત અને હસતી તસવીરો સામે આવી હતી. જોકે, શપથ ગ્રહણ સમારોહ બાદ મુખ્યમંત્રી નીતિશ પોતે વડાપ્રધાન મોદીને વિદાય આપવા પટના એરપોર્ટ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રી નીતિશ તેમના ચરણસ્પર્શ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને RJDએ પણ આ વીડિયો પર કટાક્ષ પણ કર્યો છે.
वीडियो में हवाई अड्डे पर प्रधानमंत्री मोदी के पैर छूकर आशीर्वाद प्राप्त करते मुख्यमंत्री नीतीश कुमार! pic.twitter.com/U6wq9qs6iC — Rashtriya Janata Dal (@RJDforIndia) November 20, 2025
वीडियो में हवाई अड्डे पर प्रधानमंत्री मोदी के पैर छूकर आशीर्वाद प्राप्त करते मुख्यमंत्री नीतीश कुमार! pic.twitter.com/U6wq9qs6iC
વડાપ્રધાન જતા હતા ત્યારે નીતિશ કુમારે તેમના ચરણસ્પર્શ કર્યા, પરંતુ મોદીએ તેમને પ્રેમથી રોક્યા. આ ક્ષણ રાજકીય શિષ્ટાચાર અને પરસ્પર આદરનું પ્રતીક બની ગઈ. રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ પણ પટના એરપોર્ટનો આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેને શેર કરતા RJDએ લખ્યું છે કે, ‘વીડિયોમાં એરપોર્ટ પર વડાપ્રધાન મોદીના ચરણસ્પર્શ કરતા અને તેમના આશીર્વાદ લેતા મુખ્યમંત્રી નીતિશ કુમાર!’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp