બિહારના પરિણામો પર કોંગ્રેસએ કહ્યું- ચુંટણી પંચ ખેલ કરી ગયું, આ એનડીએની જીત..., જાણો વિગતવાર

બિહારના પરિણામો પર કોંગ્રેસએ કહ્યું- ચુંટણી પંચ ખેલ કરી ગયું, આ એનડીએની જીત..., જાણો વિગતવાર

11/15/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

બિહારના પરિણામો પર કોંગ્રેસએ કહ્યું- ચુંટણી પંચ ખેલ કરી ગયું, આ એનડીએની જીત..., જાણો વિગતવાર

બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસે એક બેઠક યોજી હતી. જેમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. અને આ બેઠક બાદ કે.સી. વેણુગોપાલ અને અજય માકને બિહારના પરિણામો અને કથિત મત ચોરી અંગે મીડિયા સાથે પણ વાત કરી હતી.


ચૂંટણી પંચ પર આરોપ

ચૂંટણી પંચ પર આરોપ

નોંધનીય છે કે, કોંગ્રેસે તેજસ્વી યાદવની આરજેડી સાથે મહાગઠબંધન કરીને બિહાર વિધાનસભાની ચૂંટણી લડી હતી. જ્યા એનડીએએ લગભગ 200 બેઠકો જીતી, ત્યારે મહાગઠબંધન 40 બેઠકો પણ મેળવવામાં નિષ્ફળ ગયું છે. તેથી કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલે ચૂંટણી પંચ આરોપ લગાવતા કહ્યું હતું કે, 'મત ચોરી થઈ રહી છે. કોંગ્રેસ મતદાન ડેટાની સંપૂર્ણ તપાસ કરશે અને પછી મીડિયાને બિહારમાં કોંગ્રેસની હારના કારણો વિશે માહિતી આપશે.'

માહિતી મુજબ, કોંગ્રેસએ બિહારના જે જિલ્લાઓમાં મતદાર અધિકાર યાત્રા કરી હતી ત્યાં પણ તેમની કારમી હાર થઈ છે. બિહારમાં કોંગ્રેસે 61 બેઠકો પર ચૂંટણી લડી, જેમાંથી ફક્ત છ બેઠકો જીતી શકી. વર્ષ 2010 પછી બિહારમાં આ પાર્ટીનું બીજું સૌથી ખરાબ પ્રદર્શન હતું, જ્યારે તેને ફક્ત ચાર બેઠકો મળી હતી.



બિહાર ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક

બિહાર ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક

સોશિયલ મીડિયા 'X' પર રાહુલ ગાંધીએ પોસ્ટ કરતા લખ્યું હતું કે, 'મહાગઠબંધનમાં વિશ્વાસ વ્યક્ત કરનારા બિહારના લાખો મતદારોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. બિહારમાં આ પરિણામ ખરેખર આશ્ચર્યજનક છે. અમે ચૂંટણી જીતી શક્યા નહીં જે શરૂઆતથી જ નિષ્પક્ષ ન હતી. કોંગ્રેસ અને I.N.D.I.A. ગઠબંધન ચૂંટણી પરિણામોની સંપૂર્ણ સમીક્ષા કરશે અને લોકશાહીને બચાવવા માટે વધુ અસરકારક પ્રયાસો કરશે.'  કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ જણાવ્યું હતું કે, 'મહાગઠબંધન'ને ટેકો આપનારા બિહારના મતદારોનો અમે ખૂબ આભારી છીએ. પરંતુ અમે ચૂંટણી પરિણામોનો સંપૂર્ણ અભ્યાસ કરીશું.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top