કોંગ્રેસે આદિવાસી સમુદાયોને તેમના હાલ પર છોડ્યા, તેમનું યોગદાન અવગણ્યું....,પીએમ મોદીનું લોકોને સંબોધન
પીએમ મોદી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મજયંતિના કાર્યક્રમ નિમિત્તે ગુજરાત પધાર્યા હતા. તેમણે ભગવાન બિરસા મુંડાને તેમની 150મી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવતા આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જ્યાં તેમણે કાયક્રમમાં સભાને સંબોધતા આડકતરી રીતે યુપીએ સરકાર પર આકરાં પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું હતું કે, "જે કંઈ થયું તે છેલ્લા 10 વર્ષમાં થયું."
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ દરમિયાન PM મોદીએ તેમના ભાષણમાં કહ્યું, ‘કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈન મહાકાલ, અયોધ્યાનું રામ મંદિર અને કેદારનાથ ધામની ચર્ચા હંમેશા થતી રહે છે. છેલ્લા 10 વર્ષોમાં આવા અનેક ધાર્મિક અને ઐતિહાસિક ધામોનો વિકાસ થયો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે, 2003 માં જ્યારે હું મુખ્યમંત્રી તરીકે ડેડિયાપાડા આવ્યો હતો, ત્યારે માતાના ચરણોમાં પ્રાર્થના કરવા ગયો હતો. તે સમયે મેં જોયું કે તેની સ્થિતિ એક નાનકડી ઝૂંપડી જેવી હતી. મારા જીવનમાં જેટલા પણ પુનર્નિર્માણ કાર્યો થયા છે, હું ગર્વથી કહી શકું છું કે આ બધાની શરૂઆત દેવમોગરા માતાના મંદિરના વિકાસથી થઈ...’
PM મોદીએ કહ્યું, ‘હજારો વર્ષોથી જનજાતીય ગૌરવ ભારતની ચેતનાનો અભિન્ન અંગ રહ્યો છે. જ્યારે પણ દેશના સન્માન, સ્વાભિમાન અને સ્વશાસનનો પ્રશ્ન ઉભો થયો છે... આપણો જનજાતીય સમાજ સૌથી આગળ ઊભો રહ્યો છે. આપણે સ્વતંત્રતા આંદોલનમાં જનજાતીય સમાજના યોગદાનને ભૂલી શકીએ નહીં.’ તેમણે કોંગ્રેસ સરકારો પર તેમના શાસનકાળ દરમિયાન આદિવાસી સમુદાયની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું, ‘છ દાયકા સુધી કોંગ્રેસ સરકારોએ આદિવાસી સમુદાયોને તેમના હાલ પર છોડી દીધા. કુપોષણ કાયમ રહ્યું, શિક્ષણ દુર્લભ હતું અને આ ખામીઓ અનેક આદિવાસી ક્ષેત્રોની દુર્ભાગ્યપૂર્ણ ઓળખ બની ગઈ. કોંગ્રેસ સરકારોને કોઈ મતલબ નહોતો. ભાજપ માટે આદિવાસી કલ્યાણ હંમેશા પ્રાથમિકતા રહી છે. અમે અમારા આદિવાસી ભાઈઓ અને બહેનો સાથે થઈ રહેલા અન્યાયને સમાપ્ત કરવાના દૃઢ સંકલ્પ સાથે આગળ વધ્યા છીએ.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp