સુરતમાં દારૂ પાર્ટીમાં પોલીસની રેડ દરમિયાન ઉદ્યોગપતિના દીકરાની પોલીસ સાથે મારામારી, જુઓ વિડિયો

સુરતમાં દારૂ પાર્ટીમાં પોલીસની રેડ દરમિયાન ઉદ્યોગપતિના દીકરાની પોલીસ સાથે મારામારી, જુઓ વિડિયો

10/18/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં દારૂ પાર્ટીમાં પોલીસની રેડ દરમિયાન ઉદ્યોગપતિના દીકરાની પોલીસ સાથે મારામારી, જુઓ વિડિયો

સુરતના અલથાણ વિસ્તારમાં થઇ રહેલી દારૂની મહેફિલમાં પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન એક નબીરાએ પોલીસ સાથે હાથાપાઈ કરી હતી. જેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે આ યુવકને મોડી રાતે છોડી દેવામાં આવ્યો છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે પ્રશ્નો ઊભા થયા છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


શું હતી ઘટના?

શું હતી ઘટના?

માહિતી મુજબ, અલથાણ પોલીસને બાતમી મળી હતી કે, કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ પાસે બર્થ ડે પાર્ટીમાં ભેગા થયેલા યુવક-યુવતીઓ દારૂની મજા માણી રહ્યાં છે. તેથી પોલીસે દરોડા પાડ્યા હતા. જો કે, પોલીસ પહોંચે તે પહેલાં અનેક નબીરા ભાગી છૂટ્યા હતા. આ દરમિયાન રેસ્ટોરન્ટની બહાર પાર્ક સિલ્વર કલરની કારમાંથી મોટા પ્રમાણમાં વ્હીસ્કી, બિયરની બોટલ-ટીનનો જથ્થો મળી આવ્યો હતો.

પાર્ટી શરૂ થાય તે પહેલાં જ પોલીસની રેઈડ થતા અફરાતફરી મચી ગઈ હતી. દરમિયાન એક કારને રોકી પોલીસે અંદરથી યુવકને બહાર કાઢ્યો હતો ત્યારે યુવકે પીએસઆઈ સાથે હાથાપાઈ કરી હતી. આ ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. નબીરાએ પહેલાં વીડિયો બનાવનારને ધક્કો માર્યો ત્યાર બાદ પોલીસ સાથે મારામારી કરી હતી. માહિતી પ્રમાણે આ યુવક શહેરના નામાંકિત ઉદ્યોગપતિ સમીર શાહનો દીકરો વ્રજ શાહ છે.


પોલીસની કાર્યવાહી સામે સવાલ

દરમિયાન યુવકના પિતા સમીર શાહે પોલીસકર્મીને જવા દેવાનું કહી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે ફોન પર વાત કરવા કહ્યું હતું. જો કે, પીએસઆઈએ વાત કરવાનું ટાળ્યું હતું. જો કે, રસ્તા પર આટલી બધી બબાલ થઈ હોવા છતાં પોલીસે મોડી રાતે તે નબીરાને અટકાયતી કાર્યવાહી કરી છોડી દીધો હતો અને માત્ર મહેફિલમાં દારૂ સપ્લાય કરનાર સામે જ કેસ કર્યો હતો. આ ઘટનાએ અલથાણ પોલીસની ભૂમિકા સામે સવાલ ઉભા કર્યા છે. પોલીસ વિભાગના સૂત્રોએ મુજબ, યુવકે માફી માંગી લેતા કાર્યવાહી કરાઈ નથી. પરંતુ મહેફિલમાં બિયરના ટીન લઈ આવેલા વ્રજ શાહ પર પ્રોહિબિશનનો કેસ દાખલ કરાયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top