સુરતમાં ડબલ મર્ડરની ઘટના! બનેવીએ જ સાળા-સાળીને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી રામ રમાડી દીધા; કારણ જાણીને મગજ ફરી જશે
સુરતમાં ગુનાહિત ગતિવિધિઓ ઉત્તરોત્તર વધી રહી છે. સુરત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને ગુનેગારોનું જુલૂસ પણ કાઢી રહી છે, છતા અસમાજિક તત્વો અને ગુનેગારો બેફામ વધી રહ્યા છે. હવે આપણું ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે એ જ સમજણ પડતી નથી. ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે.
સુરતના વિસ્તારના પટેલનગરમાં બુધવારે મોડી રાત્રે સંબંધોને તાર-તાર કરી દેનારી સામે આવી છે. અહીં એક શખ્સે પોતાની સાળી સાથે લગ્ન કરવાની જીદમાં પોતાના સાળા અને સાળીને છરીના ઘા ઝીંકીને નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી મરણ જનાર નિશ્ચય અશોકભાઈ કશ્યપ (ઉંમર 30) તેની બહેન મમતા અશોક કશ્યપ અને માતા સાથે શોપિંગ કરવા સુરત આવ્યો હતો. પરિવાર ઉધનાના પટેલ નગરમાં આવેલા ઓમ સાંઈ જલારામ નગરમાં રહેતો હતો. સુરત આવવાના થોડા જ દિવસોમાં, 34 વર્ષીય બનેવી સંદીપ ધનશ્યામ ગૌરના માથે હવસ સવાર થઈ. મોડી રાત્રે તેણે નિર્લજ્જ બનીને તેની સાળી મમતા સાથે લગ્ન કરવા માગતો હોવાનું જણાવ્યું અને તેની છેડતી કરી. સંદીપ ગોડ અગાઉથી જ બે બાળકોનો પિતા છે, તેમ છતા તે મમતા સાથે લગ્ન કરવા માગતો હતો
સાળા નિશ્ચયે જ્યારે બનેવી સંદીપને ઠપકો આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે સંદીપ જાણે હેવાન બની ગયો. તેણે છરી કાઢીને નિશ્ચયના પેટના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. ભાઈને બચાવવા માટે નાની બહેન મમતા વચ્ચે પડતા હત્યારા સંદીપે તેને પણ ક્રૂરતાપૂર્વક છરીના ઘા માર્યા. ગંભીર ઈજાઓને કારણે નિશ્ચય અને મમતા બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેમનું મોત થઈ ગયું. આ ઘટનામાં વચ્ચે પડેલા સાસુ શકુંતલાબેનને પણ ઇજાઓ થઈ છે, જેમની હાલ સારવાર ચાલી રહી છે.પોલીસ કાફલો ઘટનાસ્થળે, આરોપી ઝડપાયો
ડબલ મર્ડરની જાણ થતા જ ઇન્સપેક્ટર એસ.એન. દેસાઈ, DCP કાનન દેસાઈ અને સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જમીર સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં ફરાર થઈ રહેલા આરોપી સંદીપ ગૌરને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો. લગ્નની ખુશીઓ વચ્ચે ઘરમાં છવાયેલા મોતના માતમથી પટેલનગરમાં આધાત અને ચિંતાનો માહોલ ફેલાયો છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર 4 ઓક્ટોબરના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યો હતો. મૃતક યુવક ઉત્તરપ્રદેશમાં FSL-ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી કરે છે. DCP કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, આ ઘટના સાઈ જલારામ સોસાયટીમાં બની છે. આરોપી સંદીપ ગોડે સાળા અને સાળીની હત્યા કરી છે અને સાસુને ઈજા પહોંચાડી છે. 4 તારીખે સાળાના લગ્ન હોવાના કારણે પરિવાર પ્રયાગરાજથી સુરત શોપિંગ માટે આવ્યો હતો. તપાસમાં ખૂલ્યું કે, આરોપી સંદીપને સાળી સાથે લગ્ન કરવા હતા, પરંતુ પરિવારના સભ્યોએ કહ્યું કે આ શક્ય નથી. લગ્નનો પ્રસ્તાવ નકારાતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp