આખરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી ગયો આ પુરસ્કાર, એટલા ખુશ થઈ ગયા કે જાતે જ...., જુઓ વ

આખરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી ગયો આ પુરસ્કાર, એટલા ખુશ થઈ ગયા કે જાતે જ...., જુઓ વિડિયો

12/06/2025 World

SidhiKhabar

SidhiKhabar

આખરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી ગયો આ પુરસ્કાર, એટલા ખુશ થઈ ગયા કે જાતે જ...., જુઓ વ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વનો નોબલ શાંતિ પુરસ્કાર મેળવવાની મહત્વાકાંશા ધરાવે છે. અને આ માટે તેઓ વિવિધ દેશો વચ્ચે શાંતિ સ્થાપવાનો ગર્વ પણ લઈ રહ્યા છે. પરંતુ તેમ છતા તેમની આ ઈચ્છા ફળીભૂત થઈ નહીં. પરંતુ તેમને ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફીફા દ્વારા શરૂ કરાયેલો પ્રથમ 'ફીફા શાંતિ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર રમતગમત સિવાય વૈશ્વિક શાંતિમાં યોગદાન આપવા બદલ આપવામાં આવે છે જેના સૌપ્રથમ વિજેતા ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે.


આ સન્માન શા માટે?

આ સન્માન શા માટે?

ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર પ્રત્યેનું ધેલું લોકોમાં જાણીતું છે તેથી ફીફાના આ નવા પુરસ્કારની શરૂઆત ટ્રમ્પને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું લોકોનું માનવું છે. ફીફાના વર્તમાન અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનો ટ્રમ્પના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. અને જિયાનીએ પણ ભૂતકાળમાં જાહેરમાં કહ્યું હતું છે કે, ગાઝા સંઘર્ષમાં યુદ્ધવિરામ કરાવવા બદલ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ.


મહત્વનું છે કે, ફીફાના આગામી વિશ્વકપ માટેના એક કાર્યક્રમમાં જિયાની ઇન્ફેન્ટિનોએ અમેરિકન પ્રમુખનું સ્વાગત કર્યું અને તેમને આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. જિયાનીએ ટ્રમ્પને સંબોધતા કહ્યું, 'આ તમારા માટે એક સુંદર મેડલ છે, જેને તમે જ્યાં ઇચ્છો ત્યાં પહેરી શકો છો. ત્યારે પ્રતિક્રિયામાં ટ્રમ્પે તાત્કાલિક તે મેડલ પોતાના ગળામાં પહેરી લીધુ હતું. આ સાથે, ટ્રમ્પને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું, જેમાં તેમને 'દુનિયામાં શાંતિ અને એકતા વધારવામાં યોગદાન' આપનાર ગણાવવામાં આવ્યા છે. તેમજ જિયાનીએ ટ્રમ્પને એક સોનાની ટ્રોફી ભેટ આપતા કહ્યું કે, 'તમે તમારા પ્રયત્નો અને સિદ્ધિઓ માટે આ શાંતિ પુરસ્કારને લાયક છો.'


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


ટ્રમ્પની પ્રતિક્રિયા

ટ્રમ્પની પ્રતિક્રિયા

નોબલ શાંતિ પુરસ્કાર ન મેળવી શકનાર ડોનાલ્ડ ટ્રમ્પ ફીફા શાંતિ પુરસ્કાર મેળવ્યા બાદ ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા. તેમણે ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું કે, 'આ મારા જીવનના સૌથી મોટા સન્માનોમાંથી એક છે.' આ સાથે ટ્રમ્પે પોતાના પરિવાર, ખાસ કરીને પત્ની મેલાનિયાનો આભાર માન્યો હતો. આ ઉપરાંત, તેમણે આગામી વિશ્વકપના યજમાન દેશો કેનેડા અને મેક્સિકોના નેતાઓની પ્રશંસા પણ કરી અને કહ્યું કે, આ સન્માન ત્રણેય દેશો માટે શ્રેષ્ઠ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top