પાકિસ્તાનના દુલ્હન બજારમાં ૭૦૦ ડોલરમાં વેચાય છે છોકરીઓ! પૈસા માટે પાકિસ્તાન કઈ પણ કરવા તૈયાર! જાણો વાસ્તવિકતા
ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાંથી એક હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. આમ તો પાકિસ્તાનનું અર્થતંત્ર ઘણા સમયથી નાજૂક તબક્કામાંથી પસાર થઇ રહયું છે. ચીનના દેવા તળે ડૂબેલા પાકિસ્તાનમાં તેની માત્ર રાજકીય, આર્થિક જ નહી સામાજીક અસરો પણ દેખાવા લાગી છે. માહિતી અનુસાર પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં નાની વયની પાકિસ્તાની યુવતીઓનું દુલ્હન બજાર ભરાય છે. અહીં દુલ્હનોને દલાલો દ્વારા ૭૦૦ ડોલર જેટલી રકમમાં ચીની પુરુષોને વેચવામાં આવે છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા એટલી ખરાબ થઈ ગઈ છે કે તે પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર છે.
પાકિસ્તાનમાં આ સમસ્યા ગરીબી, મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ઊભી થઈ છે, જે હવે માનવ તસ્કરી અને જાતીય શોષણ જેવી ગંભીર સમસ્યાઓમાં પરિણમી છે. આ પાકિસ્તાનની પીડાદાયક અને શરમજનક વાસ્તવિકતા છે, જ્યાં સગીર છોકરીઓને ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે. પાકિસ્તાનમાં દુલ્હન બજાર ફક્ત એક નિયમિત બજાર નથી, પરંતુ એક સંગઠિત ગુનાખોરીનું નેટવર્ક છે જ્યાં ગરીબ ખ્રિસ્તી પરિવારોની સગીર છોકરીઓને ખરીદીને લગ્નના નામે ચીની પુરુષોને વેચી દેવામાં આવે છે.
અહીં કયારેક દલાલ ૨૫૦૦૦ થી ૬૫૦૦૦ ડોલર સુધીના ભાવ વસૂલે છે, પરંતુ દુલ્હનના માતા પિતાને ભાગમાં નજીવી રકમ આપે છે. છોકરીની કિંમત તેની ઉંમર અને સુંદરતા પ્રમાણે નક્કી થાય છે. જો કે, આ બજારનો ઉપયોગ હવે માનવ તસ્કરી, વેશ્યાવૃત્તિ, જાતીય શોષણ અને અંગોની તસ્કરી માટે પણ થાય છે. પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓની વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં દારુણ ગરીબીના કારણે પરિવાર પોતાની નાબાલિગ દિકરીઓને લગ્નના નામે ચીની ખરીદારોના હવાલે કરી રહયા છે. કેટલાક ખરીદારો તો બીમાર અશક્ત, લાચાર માતા પિતા કે ભાઇ બહેન સહિતના આખા પરિવારને દુલ્હનની સાથે ચીન લઇ જાય છે.
માનવાધિકાર સંગઠનોનું માનવું છે કે, આ અમાનવીય પ્રથા પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિમાંથી થઇ છે. ભોગ બનનારી મોટા ભાગની છોકરીઓની ઉંમર ૧૨ થી ૧૮ વર્ષની હોવાનું ધ્યાનમાં આવ્યું છે જે મુખ્યત્વે ઇસાઇ સમુદાય સાથે સંકળાયેલી છે. તપાસકર્તાઓએ આ પ્રકારની ૬૨૯ ઘટનાઓ બની હોવાનું નોંધ્યું છે. આ યુવતીઓને મજૂરોની જેમ મજુરી કરાવવામાં આવે છે અને જાતિય શોષણ થતું રહે છે.
નિષ્ણાતોના મતે, ચીનમાં વધતા જેન્ડર અસંતુલનને કારણે આ ગેરકાયદેસર વેપાર ફૂલીફાલી રહ્યો છે. 1979માં લાગુ કરાયેલી ચીનની સિંગલ-ચાઇલ્ડ પોલિસી 2015 સુધી અમલમાં રહી. પરિણામે માહિતી મુજબ, ચીનમાં આશરે 4 કરોડ છોકરાઓને લગ્ન માટે સ્ત્રીઓ મળતી નથી. તેથી, તેઓ પાકિસ્તાની બજારોમાંથી કન્યાઓ ખરીદે છે અને નકલી પાસપોર્ટ, વિઝા અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમને ચીન લઈ જાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp