જાપાનના ગીચ રહેણાંક વિસ્તારમાં ફાટી નીકળી વિકરાળ આગ, પલક ઝપકતા જ 170 મકાન સ્વાહા, જુઓ વિડીઓ
દુનિયાભરમાં આગજનીની દુર્ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. જાપાનના દક્ષિણ-પશ્ચિમમાં ઓઇતા પ્રાન્તમાં ભીષણ આગ ફાટી નીકળી છે. માહિતી અનુસાર, આ આગમાં અત્યાર સુધીમાં 170થી વધુ ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. જો કે ઘટનાસ્થળે આગમાંથી લોકોનું બચાવ કાર્ય ચાલુ છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. આ ભીષણ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિના લાપતા થવાના સમાચાર સામે આવ્યા છે.
સ્થાનિક અહેવાલ મુજબ, દક્ષિણ-પશ્ચિમ જાપાનના સાગાનોસેકી જિલ્લાના ઓઇતામાં આ આગ મંગળવારે લાગી હતી. આ આગ શહેરના એક ગીચ રહેણાંક વિસ્તારમાં લાગી હતી, જે 170થી વધુ ઇમારતોમાં ફેલાઈ હતી. આ ઘટનામાં 70 વર્ષનો એક વ્યક્તિ લાપતા છે. અગ્નિશમન દળના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે હજુ પણ કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 170થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર સાગાનોસેકી માછીમારીના બંદર નજીક આવેલો છે. પર્વતોથી ઘેરાયેલા આ વિસ્તારમાં આગ ઓલવવાનું કામ ઘણું મુશ્કેલ બની રહ્યું છે. ઉપરાંત આ ક્ષેત્રમાં પવનની ગતિ વધારે હોવાને કારણે આગ પલક ઝપકતા જ ઝડપથી ફેલાઈ ગઈ હતી .
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
આ ઘટનાના પગલે સ્થાનિક વહીવટીતંત્રે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાના આદેશો આપ્યા છે. સરકારી અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરવા અને લાપતા વ્યક્તિની શોધખોળ કરવા માટે સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે. અગ્નિશામક દળને અન્ય પ્રાંતોમાંથી પણ મદદ મળી રહી છે, જેથી આગને નિયંત્રણમાં લઈ શકાય અને વિસ્તારને વધુ નુકસાન થતું અટકાવી શકાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp