તમને જીવનમાં સરકારી તંત્રથી માંડીને કપડાના કબાટ સુધી દરેક સ્થળે અવ્યવસ્થા અનુભવાતી હશે. ભ્રષ્ટાચારથી ત્રસ્ત હશો અને ઓનલાઈન ક્લાસિસ પણ લોહી પી ગયા હશે! તો એ બધાનું ટેન્શન ક્યાં સુધી લેશો જનાબ! ચાલો એ બધા પર થોડું હસી નાખો, રવિવાર સુધારો.
IPLની સીઝન પૂરબહારમાં ચાલી રહી છે, ત્યારે જાણીતા આર્ટિસ્ટ કાનજી મકવાણા કલ્પના કરે છે કે જો ક્રિકેટના મેદાન પર પણ સાસ-બહુની ટીપીકલ સિરિયલ્સ જેવા દ્રશ્યો અને કાવા-દાવા ચાલે તો કેવા દ્રશ્યો સર્જાય!
“મારામાં જો હાસ્યવૃત્તિ ન હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત."
આવી વાસ્તવદર્શી વાત કરનાર મહાત્મા ગાંધીને યાદ કરીએ જરા હળવા મૂડમાં, કાનજી મકવાણા નિર્મિત કાર્ટૂન્સની સંગાથે...
એકબાજુ ડ્રગ્સ કેસમાં નવા નવા નામો બહાર આવી રહ્યા છે... બીજી બાજુ આઈપીએલનું ભૂંગળું વાગી ગયું છે... અને ત્રીજી બાજુ વરસાદની બેટિંગ હજી પૂરી જ નથી થતી!
સવારમાં લાફ્ટરનું કુરિયર લઈને આવેલા કાનજી મકવાણાના આ કાર્ટૂન્સ માણો અને રવિવાર સુધારો
ઘણી વાર સામેવાળાનું ખતરનાક લોજીક અને માગણી તમને નિ:શબ્દ કરી મૂકે ત્યારે શું કરવાનું? અરે ભલા માણસ, વધુ વિચારીને મગજ ખરાબ નહિ કરવાનું, બસ હસી નાખવાનું!
તો ચાલો હસી નાખીએ... અને સવાર સુધારીએ.
કોરોના હોય કે વરસાદ... બંને પૈકીની એક પણ ચીજ પર આપણો કાબૂ ન હોય તો શું કરવું જોઈએ? સિમ્પલ... હસી નાખવું જોઈએ. તો ચાલો આજે આ વિષય પર વિખ્યાત કાર્ટુનિસ્ટ કાનજી મકવાણાની પીંછીએ સર્જેલા અફલાતૂન કાર્ટૂન્સ માણીએ રવિવાર સુધારીએ.