12/19/2024
Ahmedabad Viral Video: ગુજરાત જાણે કે ક્રાઇમ હબ બનતું જઇ રહ્યું હોય તેમ સતત ગુનાહિત ઘટનાઓ બનતી જઇ રહી છે. પછી તે હત્યા કરવાની વાત હોય, ધમકી આપવાની હોય, બળાત્કાર કરવાની હોય કે ધાકધમકી અને મારામારી કરવાની હોય, ગુનેગારોમાં તો જાણો પોલીસનો ભય જ રહ્યો નથી. કેટલીક જગ્યાએ પોલીસ ગુનેગારોનું સરઘસ પણ કાઢે છે, પરંતુ અમદાવાદથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં લુખ્ખા તત્વોના પોલીસ ભયથી ભાગી રહી હોય તેવી ભ્રાંતિ થઇ રહી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં લુખ્ખાઓ કોઇ પણ ભય વિના ખુલ્લેઆમ તલવાર લઇને પોલીસ સામે આવે છે અને ધમકી આપતા પોલીસ અધિકારીઓને ગાડીમાં બેસાડી છે. આ વીડિયો જોયા બાદ અમદાવાદમાં સામાન્ય જનતા માટે સુરક્ષાને લઇને સવાલો ઉભા થઇ રહ્યા છે. આ વીડિયો અમદાવાદ અને બાપુનગર વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.