8માં ધોરણના વિદ્યાર્થીમાં આટલી ખુન્નસ ક્યાંથી આવી? ધોરણ 10ના વિદ્યાર્થીને છરી મારી દીધી; સારવાર દરમિયાન મોત
છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સહિત દેશમાં એવી અનેક ઘટનાઓ સામે આવી છે કે જેમાં લોકોને સહન કરવાની શક્તિ જ બચી ન હોય એવું લાગી રહ્યું છે. આ બધી સોશિયલ મીડિયાની સઇદ ઇફેક્ટ છે કે ખબર નહીં પરંતુ હવે લોકો નાની નાની વાતે પણ ઉશ્કેરાઈ જઈને ન કરવાનું કરી બેસે છે. આવું જ કઈક અમદાવાદમા બન્યું છે, જ્યાં એક ધોરણ 8માં ભણતા સગીર વિદ્યાર્થીએ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને છરી મારી દીધી, જેના કારણે તેનું મોત થઈ ગયું. અને હવે સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો. ચાલો જાણીએ શું છે આખો મામલો.
મળતી માહિતી મુજબ, ઘોડાસરમાં રહેતો 15 વર્ષીય સગીર ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10 ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો હતો, તેનો પિતરાઈ પણ આ જ શાળામાં અભ્યાસ કરે છે. એક અઠવાડિયા અગાઉ વિદ્યાર્થી તેના પિતરાઈ સાથે સ્કૂલ રજા મળી ત્યારે પગથિયાં રહ્યો હતો ત્યારે ધોરણ 8ના એક વિદ્યાર્થી સહિત 2 વિદ્યાર્થી સાથે ધક્કામુક્કી થઈ હતી. એટલે બંને ભાઈઓની ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી સાથે બોલાબોલી થઈ ગઈ હતી. આ ઘટના બાદ જ્યારે બંને સામસામે મળતા ત્યારે બોલાબોલી થઈ જતી થતી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ધોરણ 8નો વિદ્યાર્થી જેમ તેમ બોલતો હતો.
આ દરમિયાન મંગળવારે બપોરે શાળા છૂટી ત્યારે ધોરણ 10નો વિદ્યાર્થી બહાર આવ્યો હતો. તે સ્કૂલની સામેના ભાગે મણિયાશા સોસાયટીના ગેટની નજીક પહોંચ્યો ત્યારે ધોરણ 8ના વિદ્યાર્થીએ તેની સાથે બોલાબોલી કરી હતી. આ સમયે અન્ય 5-7 જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર હતા. દરમિયાન ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવી રાખેલી છરી કાઢીને સગીરને મારી દીધી હતી અને ભાગી ગયો હતો. તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થી ડરનો માર્યો સ્કૂલના કમ્પાઉન્ડના પાછળના ભાગે દોડી ગયો હતો, જેને જોતા સિક્યોરિટી ગાર્ડે શાળા પ્રશાસન તેમજ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું છે.
વિદ્યાર્થીના મોત બાદ સિંધી સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વિરદ્યાર્થીના મોત બાદ સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના લોકોએ ઘૂસી પ્રિન્સપાલ અને સ્ટાફને માર્યા હતા. આ સાથે શાળામાં ભારે તોડફોડ કરી હતી. સિંધી સમાજના લોકો વિરોધમાં રોકીને રસ્તા પર બેસી ગયા છે. જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. આ સાથે કેટલાક લોકોએ સ્કૂલમાં બસોની તોડફોડ કરી મીડિયાના કેમેરા પણ બંધ કરાવ્યા છે. શાળામાં સિંધી સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. શાળાની બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા.
આ મામલે શાળાના એડમીન મયુરીકા પટેલે જણાવ્યું કે કેટલાક દિવસો પહેલા 2 વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવાની બાબતે તકરાર થઈ હતી. વિદ્યાર્થીએ શાળામાં રજૂઆત ન કરી પણ વાલીને રજૂઆત કરી હતી. ગઇકાલે જે ઘટના બની છે તે શાળાની બહાર બની છે. વિદ્યાર્થી છરી વાગતા પેટ પર હાથ મૂકીને સ્કૂલમાં આવ્યો હતો. CCTVમાં બાળક પેટ પકડીને શાળામાં આવતો દેખાય છે.
છરી મારનાર વિદ્યાર્થીની સામે અગાઉ 2 નાની મોટી ફરિયાદ થઈ હતી. વિદ્યાર્થી છરી લઇને શાળામાં આવ્યો ન હતો પરંતુ બહાર રાખેલા વાહનમાં તેને છુપાવી હશે. વિદ્યાર્થીઓ વાહન લઈને શાળામાં ન આવે તે માટે અનેક વાર કહેવામાં આવ્યું છે છતા વાલીઓ માનતા નથી. હોબાળાને લઈને નહીં પરંતુ મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ માટે શાળામાં રજા જાહેર કરાઈ છે.
હવે આ ઘટના પરથી કેટલાક સવાલ ઉઠી રહ્યા છે કે આટલી નાની ઉંમરના બાળકોમાં આટલી ખુન્નસ ક્યાથી આવી હશે? ધક્કા-મુક્કી જ આ ઘટના પાછળ કારણ છે કંઈક બીજું? શું આ સોશિયલ મીડિયાની સાઈડ ઇફેક્ટ છે? જેના કારણે બાળકો ચીડચિડિયા થઈ રહ્યા છે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp