ઈન્ડિગોએ જણાવ્યું આ તારીખ સુધી રહેશે સમસ્યાઓ! ત્યારે પશ્ચિમ રેલ્વે મદદ માટે દોડાવશે આ સ્પેશિયલ

ઈન્ડિગોએ જણાવ્યું આ તારીખ સુધી રહેશે સમસ્યાઓ! ત્યારે પશ્ચિમ રેલ્વે મદદ માટે દોડાવશે આ સ્પેશિયલ ટ્રેન? જાણો

12/06/2025 National

SidhiKhabar

SidhiKhabar

ઈન્ડિગોએ જણાવ્યું આ તારીખ સુધી રહેશે સમસ્યાઓ! ત્યારે પશ્ચિમ રેલ્વે મદદ માટે દોડાવશે આ સ્પેશિયલ

ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાયન્સ ઈન્ડિગોમાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં હજારો ફ્લાઇટ રદ્દ થઈ છે. જેના કારણે દેશના અનેક શહેરોના એરપોર્ટ પર હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કેન્સલ થવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે હવે પશ્ચિમ રેલવે મુસાફરોની મદદ માટે આગળ આવ્યું છે.



આ તારીખ સુધી રહેશે સમસ્યા

આ તારીખ સુધી રહેશે સમસ્યા

મળતી માહિતી મુજબ, સ્ટાફની અછતને કારણે ઈન્ડિગો સંકટનો સામનો કરી રહ્યું છે. આજે ઈન્ડિગો સંકટનો ચોથો દિવસ છે. 5 ડિસેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સના સીઈઓ પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા પર મુસાફરોની માફી માંગી જણાવ્યું હતું કે, 15 ડિસેમ્બર સુધી જેનું બુકિંગ છે તેણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગઈકાલે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા એરપોર્ટ પર 155 ફલાઇટ રદ્દ કરવામાં આવી હતી. જેના કારણે હજારો મુસાફરો અટવાયા છે. તેથી હવે પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતીથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. જે લોકોની ફ્લાઇટ રદ્દ થઈ છે તે ટ્રેનની ટિકિટ બુક કરાવી પોતાની યાત્રા કરી શકે છે.


પશ્ચિમ રેલવેની પહેલ

પશ્ચિમ રેલવેની પહેલ

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન ઓન ડિમાન્ડ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સ્શેયિલ ટ્રેન નંબર 09497/09498 સાબરમતીથી દિલ્હી જંક્શન વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેન ૭ અને ૯ ડિસેમ્બરના રોજ સાબરમતીથી ૨૨:૫૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૫:૧૫ વાગ્યે દિલ્હી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. ૦૯૪૯૮ દિલ્હી- સાબરમતી સ્પેશિયલ ૮ અને ૧૦ ડિસેમ્બરના રોજ દિલ્હી જંક્શનથી ૨૧:૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૨:૨૦ વાગ્યે સાબરમતી પહોંચશે.

આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કવર કરે છે, જેમાં મુસાફરી સમય અંદાજે 16.20 કલાક (સાબરમતી–દિલ્લી) અને 15.20 કલાક (દિલ્લી–સાબરમતી) છે. આ વ્યવસ્થા ફ્લાઇટ રદ થવાની પરિસ્થિતિમાં મુસાફરોને સમયસર કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. આ ટ્રેનમાં એસી ૩-ટાયર ક્લાસ કોચ હશે. રસ્તામાં, બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંક્શન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top