09/02/2024
IC-814 The Kandahar Hijack: વિજય વર્મા, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, દિયા મિર્ઝા, પત્રલેખા, પૂજા ગૌર અને કુમુદ મિશ્રા જેવા ઘણા સ્ટાર્સ IC-814: The Kandahar Hijack વેબ સિરીઝમાં જોવા મળ્યા છે. આ શ્રેણી દ્વારા જ અનુભવ સિન્હાએ OTTની દુનિયામાં પ્રવેશ કર્યો છે. પરંતુ તેની ડેબ્યૂ સિરીઝને લઈને જ હોબાળો થયો છે. વેબ સિરીઝના વિવાદમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કર્યું છે. સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે પ્લેટફોર્મની ઈન્ડિયા કન્ટેન્ટ હેડ મોનિકા શેરગીલને આવતીકાલે એટલે કે મંગળવારે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.