કેટલા અમીર છે 'ધુરંધર'ના ડિરેક્ટર આદિત્ય ધર, એક ફિલ્મ ડિરેક્ટ કરવા વસુલે છે આટલી ફી! જાણો
રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ફિલ્મ "ધુરંધર" માત્ર 2025 ની જ નહીં પરંતુ બોલિવૂડના ઇતિહાસની સૌથી મોટી ફિલ્મોમાંની એક બનવાની દિશામાં છે. રિલીઝના માત્ર 12 દિવસમાં આ ફિલ્મ 400 કરોડના આંકડાને સ્પર્શવા તૈયાર છે. જ્યારે ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન તો 600 કરોડની નજીક પહોંચી ગયું છે. ત્યારે આ ફિલ્મની બ્લોકબસ્ટર સફળતાની સાથે જ તેના ડાયરેક્ટર આદિત્ય ધર ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યા છે.
આદિત્ય ધર 'ધુરંધર' પહેલા 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' થી પોતાની અનોખી છાપ છોડી ચૂક્યા છે. જો કે હાલમાં તે 'ધુરંધર'ને કારણે ચર્ચામાં છે. મળતી માહિતી અનુસાર, 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' જેવી સુપરહિટ ફિલ્મ આપનાર આદિત્ય ધર એક ફિલ્મ ડાયરેક્ટ કરવા માટે 8 થી 10 કરોડ રૂપિયા ફી લે છે. આદિત્ય ધાર પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમના પતિ છે. આ દંપતીએ જૂન 2021માં ભવ્ય લગ્ન કર્યા હતા. આ દંપતિ એક પુત્ર પણ ધરાવે છે. પત્ની યામી ગૌતમ સાથે મળીને તેમની સંયુક્ત નેટવર્થ 100 કરોડથી વધુ છે. આ સિવાય તેઓ પ્રોડક્શન, રોયલ્ટી અને પ્રોફિટ-શેરિંગ દ્વારા પણ કરોડોની કમાણી કરે છે. આદિત્ય ધર પાસે મુંબઈ ઉપરાંત ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં પણ કરોડોની કિંમતની આલીશાન પ્રોપર્ટી છે.
માત્ર 42 વર્ષની ઉંમરે તેમણે બોલીવુડના ટોચના ડાયરેક્ટર્સમાં સ્થાન મેળવી લીધું છે. આદિત્ય ધરનો જન્મ 12 માર્ચ, 1983ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. આદિત્ય એક લેખક અને નિર્માતા તરીકે પણ જાણીતા છે. તેણીને સૌપ્રથમ 2019 માં વિકી કૌશલ અભિનીત ફિલ્મ "ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક" થી ખ્યાતિ મળી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. અને હાલ રણવીર સિંહ અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. ₹280 કરોડના બજેટમાં બનેલી "ધુરંધર" 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp