મથુરા બસ અકસ્માત બાદ એક્શનમાં સરકાર, એક્સપ્રેસ વે પર વાહનો માટે ગતિ મર્યાદા ઘટાડી

મથુરા બસ અકસ્માત બાદ એક્શનમાં સરકાર, એક્સપ્રેસ વે પર વાહનો માટે ગતિ મર્યાદા ઘટાડી

12/18/2025 National

SidhiKhabar

SidhiKhabar

મથુરા બસ અકસ્માત બાદ એક્શનમાં સરકાર, એક્સપ્રેસ વે પર વાહનો માટે ગતિ મર્યાદા ઘટાડી

શિયાળાના આગમન સાથે જ ધુમ્મસે દસ્તક દઈ દીધી છે. દિલ્હી-NCR સહિત ઘણા રાજ્યોમાં ધુમ્મસની અસર અનુભવાઈ રહી છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. માત્ર બે દિવસમાં અનેક અકસ્માતો થયા છે. મથુરા અકસ્માત બાદ યોગી સરકાર એક્શનમાં આવી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં એક્સપ્રેસ વે પર ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. અત્યાર સુધી બસ અને ટ્રક ડ્રાઇવરોને એક્સપ્રેસ વે પર મહત્તમ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવાની મંજૂરી હતી. તે હવે ઘટાડીને 60 કિમી પ્રતિ કલાક કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ ટ્રાફિક વિભાગે યમુના એક્સપ્રેસ વે અને નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસ વે સહિત તમામ એક્સપ્રેસ વે પર ગતિ મર્યાદા નક્કી કરી છે. સરકારે બસો અને ટ્રકો માટે મહત્તમ ગતિ 120 કિમી પ્રતિ કલાકથી ઘટાડીને 60 કિમી પ્રતિ કલાક કરી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે.


અકસ્માત બાદ કાર્યવાહી

અકસ્માત બાદ કાર્યવાહી

છેલ્લા બે દિવસમાં ધુમ્મસને કારણે 10થી વધુ અકસ્માતો થયા છે, જેમાં આશરે 25 લોકોના મોત થયા છે. ધુમ્મસને કારણે મથુરા, બાગપત, ઉન્નાવ અને બસ્તીમાં ઘણા અકસ્માતો થયા છે. સોમવારે મથુરામાં એક ભયાનક અકસ્માતે બધાને ચોંકાવી દીધા. ગાઢ ધુમ્મસને કારણે આગ્રાથી નોઈડા જતાં ઘણા વાહનો યમુના એક્સપ્રેસ વે પર અથડાયા. 7 બસો અને 2 કારમાં આગ લાગી ગઈ, જેના કારણે ઘણા લોકો વાહનોમાં ફસાઈ ગયા હતા. કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવવા માટે કૂદી પડવું પડ્યું.


ગતિ મર્યાદા ઘટાડી

ગતિ મર્યાદા ઘટાડી

અગાઉ, અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ટ્રાફિક વિભાગે યમુના એક્સપ્રેસ વે પર જાહેર સલામતી માટે હળવા વાહનો માટે 75 કિમી/કલાક અને ભારે વાહનો માટે 60 કિમી/કલાકની ગતિ મર્યાદા નક્કી કરી હતી. અગાઉ, હળવા વાહનો માટે ગતિ મર્યાદા 100 કિમી/કલાક અને ભારે વાહનો માટે 80 કિમી/કલાક હતી.

ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાણાકીય દંડ સુનિશ્ચિત કરવા માટે ઉલ્લંઘન કરનારાઓને ઓનલાઈન ચલણ જારી કરવામાં આવશે. ગતિના ઉલ્લંઘન માટે હલકા વાહનો માટે 2,000 અને ભારે વાહનો માટે 4,000 રૂપિયાસુધીનો દંડની વાત કહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top