ઓનલાઇન ફ્રોડને રોકવા દેશભરની બેન્કોમાં બદલાયો આ નિયમ, લેવી પડશે નજીકની બેંકોની મુલાકાત! જાણો વિગતે
ઓનલાઇન ફ્રોડના વધી રહેલા આંકડાઓને પગલે દેશભરની બેંકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના હેઠળ વેરિફિકેશનનો નિયમ બદલાઈ ગયો છે. નવા નિયમ અનુસાર હવે બેંક એકાઉન્ટ હોલ્ડર્સનું વેરિફિકેશન ઓનલાઈનને બદલે બેંકમાં ફિઝિકલી થશે. એટલે કે હવે ઓનલાઈન અરજી કરીને બેંક એકાઉન્ટ ખોલાવનારાઓએ પણ બેંકમાં આવીને ફિઝિકલ વેરિફિકેશન કરાવવું પડશે અથવા રિલેશનશિપ મેનેજર એકાઉન્ટ ધારકને બેંકમાં બોલાવીને વેરિફિકેશન કરશે કે પછી એકાઉન્ટ ધારકના ઘરે જઈને વેરિફિકેશન કરશે.
બેંકોએ એકાઉન્ટ હોલ્ડરની ઓળખની ચોરી અને નકલી એકાઉન્ટ ખોલવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વેરિફિકેશનનો નિયમ બદલ્યો છે. ઓનલાઈનથી ફિઝિકલ વેરિફિકેશનનો નિયમ લાગુ થવાથી ડિજિટલ બેંકિંગ સિસ્ટમ પર મોટી અસર પડશે, પરંતુ ફેક એકાઉન્ટ અને છેતરપિંડીના વધતા કિસ્સાઓને કારણે ડિજિટલાઇઝેશનથી થોડુંક પાછળ હટવું જ રહ્યું. વળી, હવે ICICI બેંક, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ ઈન્ડિયા અને બેંક ઓફ બરોડા વગેરે બેન્કોએ ડિજિટલાઇઝેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
તમને જણાવી દઈએ કે, બેંકોએ હવે પોતાના ગ્રાહકોને દસ્તાવેજો જમા કરાવવા અને વેરિફિકેશન કરાવવા માટે બેંકની નજીકની શાખામાં જવા માટે કહેવાનું શરૂ કરી દીધું છે. બેંક અધિકારીઓને પણ વેરિફિકેશન કરવા માટે ગ્રાહકોની પાસે મોકલવામાં આવી રહ્યા છે. જો બેંકોએ એકાઉન્ટ ખોલાવતી વખતે પોતાન ગ્રાહકને જાણો પ્રોટોકોલનું પાલન ન કર્યું, તો બેંકો પર દંડ પણ થઈ શકે છે. ICICI બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નકલી ખાતા ખોલવાના ઘણા કિસ્સાઓ વર્ષ 2024માં સામે આવ્યા. આ ખાતાઓમાં છેતરપિંડી કરીને પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. છેતરપિંડીને કારણે આ બેંકોએ ઓનલાઈન એકાઉન્ટ ઓપનિંગ સર્વિસના નિયમો કડક કરી દીધા છે. ડિજિટલ બેંકિંગ સાથે સંકળાયેલા છેતરપિંડીના કિસ્સાઓને કારણે બચત ખાતું ખોલવા પર પણ વેરિફિકેશન કરવું ફરજિયાત બની ગયું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp