TMC સાંસદ લોકસભા પરિસરમાં ઇ-સિગારેટ પિતા ઝડપાયા, મામલો ગરમાતા આપ્યું ચોંકાવનારું નિવેદન, જુઓ

TMC સાંસદ લોકસભા પરિસરમાં ઇ-સિગારેટ પિતા ઝડપાયા, મામલો ગરમાતા આપ્યું ચોંકાવનારું નિવેદન, જુઓ

12/12/2025 National

SidhiKhabar

SidhiKhabar

TMC સાંસદ લોકસભા પરિસરમાં ઇ-સિગારેટ પિતા ઝડપાયા, મામલો ગરમાતા આપ્યું ચોંકાવનારું નિવેદન, જુઓ

સંસદના શિયાળુ સત્ર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સૌગત રૉય પર આરોપ છે કે, તેઓ શુક્રવારે સંસદની બહાર સિગારેટ પી રહ્યા હતા. અને આ બાબતે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને ગજેન્દ્ર સિંહ શેખાવતે તેમને ટોક્યા પણ હતા. જે અંગે સૌગત રૉયે જણાવ્યું હતું કે, સદનની અંદર સિગારેટ ન પી શકાય પરંતુ બહાર કોઈ રોક-ટોક નથી.


ભાજપના નેતાઓની ટકોર

ભાજપના નેતાઓની ટકોર

સૌગત રૉયને સિગારેટ ન પીવા બાબતે ટકોર કરતા ભાજપના નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું હતું કે, 'તમે પબ્લિક હેલ્થને જોખમમાં મૂકી રહ્યા છો દાદા. ત્યારે ગિરિરાજ સિંહે કહ્યું કે, ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. 2019માં ઈ-સિગારેટ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો અને જો કોઈ સાંસદ ગૃહની અંદર ઈ-સિગારેટ પીવે છે તો તે ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડે છે. આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. જેનાથી જાણ થાય છે કે, TMC ગૃહનું કેટલું સન્માન કરે છે.

આ હોબાળા બાદ સૌગત રૉયે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, 'ગૃહની અંદર સિગારેટ ન પી શકાય, પરંતુ ગૃહની બહાર ખુલ્લી જગ્યામાં પી શકાય. ભાજપ આરોપ લગાવી રહી છે પરંતુ, તેમની જ સરકારના સમયમાં દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષણ છે. તેઓ એ વિષય પર વાત નહીં કરે. મારી એક સિગારેટથી દિલ્હીના પ્રદૂષણમાં કોઈ ફરક નહીં પડે. ભાજપ પહેલાં દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરે.'



લોકસભા અધ્યક્ષને ફરિયાદ

લોકસભા અધ્યક્ષને ફરિયાદ

નોંધનીય છે કે, ભાજપ સાંસદ અનુરાગ સિંહે ઠાકુરે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને ગૃહમાં ઈ-સિગારેટના ઉપયોગની ગંભીર ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, 11 ડિસેમ્બર, 2025ના દિવસે ગૃહની કાર્યવાહી દરમિયાન એક સાંસદ જાહેરમાં ઈ-સિગારેટ પીતાં જોવા મળ્યા હતા. જે સંસદના નિયમ, આચાર સંહિતા અને ભારતમાં ઈ-સિગારેટ પર લાગેલા પૂર્ણ પ્રતિબંધનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. 2019ના કાયદા હેઠળ ઈ-સિગારેટનું નિર્માણ, ભંડાર, વેચાણ અને ઉપયોગ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે.

જો કે, સંસદ પરિસરમાં એવા ઉપકરણનો ઉપયોગ 2000થી જ પ્રતિબંધિત છે. આ લોકતાંત્રિક સંસ્થાની મર્યાદાની વિરૂદ્ધ છે તેથી આ મામલે તુરંત કાર્યવાહી, તપાસ અને સંબંધિત સાંસદ પર કડક પગલાં લેવામાં આવે. આવી ઘટનાઓ ખોટો સંદેશ આપે છે અને ગૃહની ગરિમા જાળવી રાખવા કડક કાર્યવાહી જરૂરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top