આ દેશોના લોકો નહીં જોઈ શકે પાકિસ્તાન વિરોધી બહુચર્ચિત 'ધુરંધર' ફિલ્મ, જાણો વિગતો
લાંબા સમયની રાહ પછી સિનેમા ઘરોમાં આવેલી સ્પાય મુવી 'ધુરંધર'ને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર માધવનની ફિલ્મ ધુરંધર બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. દર્શકોને ફિલ્મની સ્ટોરી સાથે કલાકારોની એક્ટિંગ અને અંદાજ પણ ખૂબ પસંદ પડી રહ્યા છે. ખાસ કરીને અક્ષય ખન્ના તો પોતાની દમદાર એકટીંગથી રાતોરાત લોકોના દિલ પર છવાઈ ગયા છે. ધુરંધર ફિલ્મ કમાણીના મામલામાં પણ ઘણાં રેકોર્ડ તોડી રહી છે.
ત્યારે બીજી તરફ આદિત્ય ઘરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધુરંધરને લઈને એક માઠા સમાચાર પણ સામે આવ્યા છે. જે મુજબ 6 દેશમાં આ ફિલ્મ પર બૈન મૂકવામાં આવ્યો છે. જેના કારણે ધુરંધર ફિલ્મને નુકસાન થઈ શકે છે. ધુરંધર ફિલ્મ પર ગલ્ફ દેશોમાં બૈન મૂકવામાં આવ્યો છે. માહિતી અનુસાર, ધુરંધર ફિલ્મને ગલ્ફ દેશ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતમાં સંપૂર્ણ રીતે બૈન કરવામાં આવી છે. ફિલ્મ પાકિસ્તાન વિરોધી હોવાથી આ 6 દેશમાં રિલીઝ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. ફિલ્મની ટીમ દ્વારા જ્યારે આ દેશોના સેન્સર બોર્ડનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમાં ભારે ભરખમ કટ્સ મૂકવાની માંગ કરવામાં આવી જે ફિલ્મની ટીમ દ્વારા આ માંગને પૂરી કરવી શક્ય નથી. આજ કારણે ગલ્ફ દેશોમાં ફિલ્મ રિલીઝ થઈ શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે, ધુરંધર પહેલા આદિત્ય ધરની પહેલી ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકને પણ 2019માં ગલ્ફ દેશોમાં રિલીઝ નહોતી કરવામાં આવી. ત્યાર બાદ હવે ફિલ્મ 'ધુરંધર'ને પણ પાકિસ્તાન વિરોધી ગણાવીને બૈન કરી દેવામાં આવી છે. 5 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ધુરંધર પહેલા દિવસથી જ શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મનો સારો પ્રતિસાદ જોતા લાગે છે કે, રણવીર સિંહની આ ફિલ્મ ભારતીય સિનેમા ઘરોમાં કમાણીના ઘણાં રેકોર્ડસ્ તોડી કરોડોનો બિઝનેસ આરામથી કરી લેશે. મહત્વપૂર્ણ છે કે, ધુરંધર ફિલ્મનો હાલ એક પાર્ટ રિલીઝ થયો છે, જ્યારે તેનો બીજો પાર્ટ આગામી વર્ષે માર્ચ મહિનામાં રિલીઝ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp