પિતાના હાર્ટ એટેક નહિ પરંતુ આ કારણે અટકી ગયા ક્રિકેટર સ્મૃતિના લગ્ન! વાયરલ થઈ અમુક તસ્વીરો, જાણો વિગતે
ઇંડિયન ક્રિકેટર સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્નને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા હતી. લોકો તેમના લગ્ન સમારોહની સામે આવી રહેલ દરેક તસ્વીરોને માણી રહ્યા હતા. તેવામાં અચાનક બંનેના લગ્ન સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાને હાર્ટ એટેક આવ્યો હોવાથી મુલતવી રાખવામાં આવ્યા છે, ના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ હવે એવી ખબરો સામે આવી રહી છે કે, આ લગ્ન કેન્સલ થવા પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે. આમ તો સ્મૃતિ મંધાના અને પલાશ લગભગ છ વર્ષથી રિલેશનશિપમાં હતા. ત્યારે હવે આ વચ્ચે એવા સમાચારો અને અટકળ સામે આવી છે કે, પલાશ સ્મૃતિને ચીટ કરી રહ્યો હતો.
પલાશની બહેન જાણીતી સિંગર પલક મુચ્છલે પણ 24 નવેમ્બરના રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લગ્ન મુલતવી રાખવાની જાહેરાત કરી અને પરિવાર માટે ગોપનીયતા રાખવાની વિનંતી કરી. લગ્ન અચાનક મુલતવી રાખવાની આ ખબરો પર આઘાતજનક વળાંક આવ્યો છે. સ્મૃતિએ લગ્ન સંબંધિત તમામ ફોટો અને વીડિયો ડિલીટ કરી દીધા છે. તેણે સગાઈની જાહેરાત અને પ્રપોઝલ વીડિયોને પણ પોતાના એકાઉન્ટ પરથી હટાવી દીધા છે. વળી, પલાશની એક મહિલા સાથેની કથિત ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે. જેના કારણે હંગામો મચી ગયો.
મેરી ડી'કોસ્ટા નામની એક મહિલાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પલાશ સાથેની ચેટના સ્ક્રીનશોટ શેર કર્યા છે. આ કથિત ચેટમાં, પલાશ સ્મૃતિ સાથેના તેના લાંબા અંતરના સંબંધો અને તેમના પ્રવાસો વિશે ખુલ્લેઆમ વાત કરતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત તે મેરીની પ્રશંસા કરી, તેને સ્વિમિંગ, સ્પા અને સવારે 5 વાગ્યે મુંબઈના વર્સોવા બીચ પર મળવાનું આમંત્રણ આપે છે. જ્યારે મેરીએ પૂછ્યું કે, શું તે સ્મૃતિને પ્રેમ કરે છે, ત્યારે પલાશે જવાબ આપવાનું ટાળતો જોવા મળે છે. આ એક વાયરલ સ્ક્રીન શૉટ છે જેની સત્યતા અંગે હજુ સુધી કોઈ સાબિતી આવી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp