ઇસનપુર બાદ વધુ એક જગ્યાએ ડિમોલિશન! તંત્રએ સવાર-સવારમાં મુખ્ય રસ્તા પર આવેલી વર્ષો જૂની બાલાપીરની દરગાહનું દબાણ હટાવ્યું
છેલ્લા કેટલાક સમયથી તંત્ર ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરી રહ્યું છે. થોડા મહિના અગાઉ અમદાવાદનાં ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. ત્યારબાદ ગાંધીનગરમાં પણ મેગા ડિમોલિશન હાથ ધરાયું. ત્યારબાદ થોડા દિવસો અગાઉ જ ઇસનપુર તળાવની આસપાસનું ગેરકાયદેસર દબાણ હટાવી દેવામાં આવ્યું હતું. તો આજે વહેલી સવારે અડાલજ-ઝુંડાલ રોડ પર ગેરકાયદે ધાર્મિક દબાણ દૂર કરાયું હતું.
મળતી મહિતી મુજબ, અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલા બાલાપીર સર્કલ નજીક બાલાપીર દરગાહનું મુખ્ય રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આજે વહેલી સવારે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરગાહ લગભગ વર્ષો જૂનું હતું. ધાર્મિક દબાણ દૂર કરવા માટે પ્રશાસને ગુપ્ત રીતે આયોજન કર્યું હતું. વહેલી સવારે મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ આ કામગીરી દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
જિલ્લા પ્રશાસને જણાવ્યું હતું કે, રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, જેથી જનહિતમાં આ વર્ષો જૂનું ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp