2026માં વિશ્વમાં આવશે આ તબાહીઓ, બાબા વેંગાની ભવિષ્યવાણીમાં માનવજાત માટે સૌથી મોટો રાક્ષસ સાબિત

2026માં વિશ્વમાં આવશે આ તબાહીઓ, બાબા વેંગાની ભવિષ્યવાણીમાં માનવજાત માટે સૌથી મોટો રાક્ષસ સાબિત થશે આ...., જાણો વિગતે

11/26/2025 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

2026માં વિશ્વમાં આવશે આ તબાહીઓ, બાબા વેંગાની ભવિષ્યવાણીમાં માનવજાત માટે સૌથી મોટો રાક્ષસ સાબિત

આવનારા સમયમાં વિશ્વ પર આવવાનું છે સૌથી મોટું સંકટ. બલ્ગેરિયાના જાણીતા ભવિષ્યવેત્તા બાબા વેંગાએ કરી હતી વર્ષ ૨૦૨૬ માટે સૌથી મોટી ભવિષ્યવાણી. તેમની આ આગાહી મુજબ આખી દુનિયા પર સંકટના વાદળો છવાયેલા છે. ઉપરાંત વર્ષ ૨૦૨૬માં વિશ્વભરમાં કુદરત કહેર મચાવશે. ભારે વરસાદ અને ભૂકંપથી હાહાકાર મચી જશે. આ સાથે મહાવિનાશક યુદ્ધ પૂર્વમાંથી શરુ થઈ દુનિયામાં ફેલાઈ જશે.

બાબા વેંગા, જેને 'બાલ્કનના નોસ્ટ્રેડેમસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. મહત્વનું છે કે, વર્ષ 2026ની શરૂઆત સાથે જ દુનિયા પર કુદરતી આફતો તૂટી પડવાની બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી. બલ્ગેરિયાની અંધ મહિલા બાબા વેંગાનું અવસાન વર્ષ 1996માં થઈ ચૂક્યું છે. પણ તેમની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ રાખતો એક મોટો વર્ગ આજે પણ મોજૂદ છે. ત્યારે વર્ષ 2026ને લઈ બાબા વેંગાએ કરેલી અમુક આગાહીઓ ખરેખર ચિંતાજનક છે.


શું છે આ ભવિષ્યવાણીઓ?

શું છે આ ભવિષ્યવાણીઓ?

બલ્ગેરિયાના ભવિષ્યવક્તા બાબા વેંગાએ વર્ષ 2026માં વિનાશકારી ભૂકંપ, ભયંકર કુદરતી આફતો, ત્રીજુ વિશ્વ સહિત અને ભયાનક આગાહીઓ કરી છે. ત્યારે જો તે સાચી ઠરી તો આખુ માનવ જીવન બદલાઈ જશે અને વિશ્વની સત્તા ઉલટ-સૂલટ થઈ જશે. એવું માનવામાં આવે છે બાબા વેંગાએ વર્ષ 5079 સુધી આગાહીઓ કરી છે. જેમાંથી ઘણી આગાહીઓ સાચી પણ ઠરી છે. બાબા વેંગા અનુસાર, ૨૦૨૬માં વિશ્વ યુદ્ધ ૩ પૂર્વથી શરૂ થઈને પશ્ચિમ તરફ ફેલાશે લોકોને વિનાશ તરફ દોરી જશે અને વૈશ્વિક શક્તિ સંતુલનને બદલશે. આ સાથે જ AI એટલી ઝડપથી પ્રગતિ કરશે કે તે માનવ જીવનને નિયંત્રિત કરી નાખશે, જે માનવતા માટે જોખમી સાબિત થશે અને નૈતિક સમસ્યાઓ ઉભી કરશે.

એટલું જ નહીં બાબા વેંગાએ પરગ્રહવાસી એટલે કે એલિયનો અંગે પણ વાત કરી છે. જેમાં વર્ષ 2026માં એલિયનો પૃથ્વી પર આવશે. પૃથ્વી પર એક વિરાટ અંતરિક્ષયાન આવશે. માણસો પહેલીવાર એલિયનોનો સીધો સામનો કરશે. આ શાંતિપૂર્ણ હશે પરંતુ વિજ્ઞાન અને ધર્મને બદલશે. અને ભૂકંપ, જ્વાળામુખી ફાટો અને અત્યંત વાતાવરણીય ઘટનાઓથી પૃથ્વીના ૭-૮% ભૂભાગને અસર થશે, જે પર્યાવરણ અને પ્રાણીસૃષ્ટિને નુકસાન પહોંચાડશે. આ ઉપરાંત, વૈશ્વિક 'કેશ ક્રશ' અથવા નાણાકીય સંકટને કારણે સોનાના ભાવમાં ૨૫-૪૦% વધારો થશે, જે તેને સૌથી સુરક્ષિત રોકાણ બનાવશે.


આવું પણ કહ્યું!

આવું પણ કહ્યું!

રશિયાના નેતાનું વૈશ્વિક વર્ચસ્વ વધશે. યુદ્ધ અને સંકટ વચ્ચે રશિયાના એક શક્તિશાળી નેતાને 'વિશ્વનો માલિક' તરીકે ઉભરતા જોવા મળશે, જે વૈશ્વિક શક્તિમાં પરિવર્તન લાવશે. તો ઔષધીય શોધોમાં પ્રગતિ થશે. લેબમાં વિકસિત અંગો, જીન થેરપી અને ન્યુરોટેક્નોલોજીમાં મહત્વની સફળતા મળશે, જે માનવ જીવનને લંબાવવા અને સુધારવામાં મદદ કરશે. જો કે આ કુદરતી આફતો વચ્ચે આશાની કિરણ હશે.

એવું નથી કે, બાબા વેંગાની તમામ આગાહીઓ સાચી ઠરી છે. બાબા વેંગાએ અગાઉ પણ કરેલી ડરામણી આગાહી સાચી થઈ નથી. પરંતુ એવી અમુક આગાહીઓ છે જે સાચી બની છે. ત્યારે જો બાબા વેંગાની 2026ને લઈને આમાંની એક પણ આગાહી સાચી ઠરી તો માનવ જીવન પર ખતરો ઉભો થશે તે નક્કી છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top