એક..બે..ત્રણ..નહીં આ છોકરી 16 દિવસ સતત અલગ અલગ છોકરાઓ સાથે ડેટ પર ગઈ: કારણ જાણીને આપ પણ ચોંકી જશો
આજકાલ કોઈ છોકરા સાથે ડેટ પર જવાનો ટ્રેન્ડ ખૂબ વધી ગયો છે. સામાન્યરીતે કોલેજનાં છોકરા છોકરીઓ આ રીતે ડેટ પર જતાં જોવા મળે છે. પણ આ ડેટ જો છોકરા અથવા છોકરીમાંથી એક પોતાના અંગત સ્વાર્થ માટે કરતું હોય તો? ઘણી વખત છોકરા-છોકરીઓ કોલેજના દિવસોમાં કેટલીક એવી હરકતો કરે છે, જેના વિશે તેમના નજીકના મિત્રો પણ જાણતા નથી. જ્યારે તેમના નજીકના મિત્રોને આ બાબતોની જાણ થાય છે, તો તેઓ પણ આ હરકતોનો વિશ્વાસ કરી શકતા નથી. પોતાના કોલેજના દિવસોને યાદ કરીને એક મહિલાએ સોશિયલ મીડિયા પર એવો વીડિયો શેર કર્યો છે. જેમાં મહિલાની હરકતો જાણીને તેના મિત્રો પણ ચોંકી ઉઠ્યા છે.
મહિલાનું નામ મેકકોલ બ્રોક છે, જેણે પોતાના ટિકટોક એકાઉન્ટ પર એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બ્રોકે તેની કોલેજ લાઈફ સાથે જોડાયેલી ફની વાતો જણાવી હતી. આ દરમિયાન બ્રોકે એક એવી વાત કહી જેનાથી લોકો ચોંકી ગયા. બ્રોકે જણાવ્યું કે, તે એકવાર સતત 16 દિવસ સુધી અલગ-અલગ છોકરાઓ સાથે ડેટ પર ગઈ હતી.
બ્રોકે આ માટે જે કારણ આપ્યું તે ઘણું આશ્ચર્યજનક છે. તેણે જણાવ્યું કે જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તેણે પૈસાની ઘણી તંગી રહેતી. ત્યારે તેની પાસે ખાવાના પૈસા પણ નહોતા. મફતમાં ભોજન કરવા મળે એટલે એ છોકરાઓ સાથે ડેટ પર જતી હતી. બ્રોકે જણાવ્યું કે તે અજાણ્યા છોકરાઓ સાથે ડેટ પર જવા માટે ડેટિંગ એપ્સનો સહારો લેતી હતી. તેના દ્વારા તે અજાણ્યા છોકરાઓને ઈમ્પ્રેસ કરતી અને પછી ડેટ પર જતી. અને આમ 16 દિવસ અલગ અલગ છોકરાઓને ડેટ કરીને એણે પોતાનું એક સમયનું જમવાનું મફત ખાધું હતું.
બ્રોકે જણાવ્યું કે એકવાર તે સતત 16 દિવસ સુધી અલગ-અલગ છોકરાઓ સાથે ડિનર ડેટ પર ગઈ હતી. જ્યારે યુવતીએ આ વાત કહી તો સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા લોકો બ્રોકની આ ક્રિયાને તેની હોશિયારી ગણાવી રહ્યા છે. સાથે જ કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેણે છોકરાઓની ભાવનાઓ સાથે રમત રમી છે. તેણે તેના ફાયદા માટે છોકરાઓનો ઉપયોગ કર્યો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp