સુરતને મળી ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન! સુવિધાના દ્રશ્યો જોઈ તમે ચોંકી જશો! જાણો

સુરતને મળી ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન! સુવિધાના દ્રશ્યો જોઈ તમે ચોંકી જશો! જાણો

09/27/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતને મળી ગુજરાતની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન! સુવિધાના દ્રશ્યો જોઈ તમે ચોંકી જશો! જાણો

આજે ગુજરાતને તેની પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી છે. જેને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લીલી ઝંડી બતાવી હતી. આ એક ટ્રેન સાપ્તાહિક ટ્રેન હશે જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી જશે. આ ટ્રેન 1,800થી વધુ મુસાફરોને લઈ જવા સક્ષમ છે અને તેને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ઉપરાંત આ ટ્રેનમાં મુસાફરોની આરામદાયક યાત્રા માટે CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની સુવિધાઓ આપવામાં આવી છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


અત્યાધુનિક ટ્રેનની ખાસિયતો

અમૃત ભારત એક્સપ્રેસની મુખ્ય ખાસિયત એ તેનું પુશ-પુલ ઓપરેશન છે. આ ટ્રેન બંને છેડે WAP-5 એન્જિન દ્વારા સંચાલિત છે. આ એરોડાયનેમિક ડિઝાઇન સમયના વેડફાટ ઘટાડે છે, સ્પીડ વધારે છે અને સરળ કામગીરી સુનિશ્ચિત કરે છે. ઉપરાંત ટ્રેનના ટાઇપ 10-હેડ સેમી-ઓટોમેટિક કપ્લર્સથી ઝટકા લાગતા નથી. અને ટ્રેનમાં લગાવેલી ઈપી બ્રેકથી તમામ કોચમાં એક સાથે બ્રેક લાગી જાય છે અને ટ્રેન ઓછા અંતરમાં રોકાઈ જાય છે.

આ ટ્રેનમાં સુરક્ષા માટે બધા જ કોચમાં CCTVથી સર્વેલન્સ રાખવામાં આવશે. આ ટ્રેન લાંબા અંતરની મુસાફરી માટે ઝડપી, સલામત અને આરામદાયક વિકલ્પ રહેશે. જો કે ભાડામાં થોડો વધારો થશે, જે અલગ-અલગ ક્લાસ પ્રમાણે બદલાશે. આ ટ્રેનને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, ટ્રેનનો દરવાજો ખુલ્લો હશે તો ટ્રેન ચાલુ નહીં થાય. આ ટ્રેનમાં ટોક બેંક સિસ્ટમ, ઇમરજન્સી LED લાઇટ્સ, ટોયલેટ અને ઇલેક્ટ્રિકલ રૂમમાં સ્મોક ડિટેક્શન સિસ્ટમ અને ફાયર એક્સટિંગ્યુશર પણ લગાવવામાં આવ્યા છે. આ સાથે અમૃત ભારત એક્સપ્રેસમાં મુસાફરો માટે અન્ય ઘણી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.



ગુજરાત-ઓડિશા મજબૂત કનેક્ટિવિટી

આ ટ્રેન ભારતીય રેલવેના વિકસિત ભારત દ્રષ્ટિકોણનો મહત્વપૂર્ણ ભાગ છે, જે કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધાઓ વધારવા પર વધું ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ટ્રેન ઉધના-બ્રહ્મપુર રૂટ પર ઘણા મહત્ત્વપૂર્ણ સ્ટેશનોને જોડશે, જેનો લાભ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ઓડિશાના મુસાફરોને મળશે. ઉપરાંત આ નવી ટ્રેન ગુજરાત અને ઓડિશા વચ્ચેના સામાજિક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને બ્રહ્મપુર અને ગંજામના નીચલા-મધ્યમ વર્ગના મુસાફરો માટે આ ટ્રેન જીવનરેખા બનશે, જેનાથી તેમને ઘર અને કાર્યસ્થળ વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી અને આર્થિક લાભો સરળતાથી મળી રહેશે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top