બાપ રે! ડોક્ટરને કેબિનમાં ઘુસીને એક-બે નહિ બાર લાફા ઝીંકી દીધા! જુઓ વિડીઓ

બાપ રે! ડોક્ટરને કેબિનમાં ઘુસીને એક-બે નહિ બાર લાફા ઝીંકી દીધા! જુઓ વિડીઓ

09/15/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

બાપ રે! ડોક્ટરને કેબિનમાં ઘુસીને એક-બે નહિ બાર લાફા ઝીંકી દીધા! જુઓ વિડીઓ

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બાળકના પરિવારના એક સભ્ય દ્વારા તબીબ પર હુમલો કરવામાં આવ્યો છે. વાત એમ છે કે, ઉંદર મારવાની દવા ખાઈ લેતા બાળકને દાખલ કરવાનું કહેતા વાલીએ તબીબની ચેમ્બરમાં ઘૂસી એક બાદ એક લાફા ઝીંક્યા હતા. આ સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.


તબીબ પર હુમલો

તબીબ પર હુમલો

આ હુમલાની ઘટના સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનાં ડોક્ટર સાથે બની છે. આરોપ મુજબ, બાળક દ્વારા ઉંદર મારવાની દવા ખાઈ લેતા વાલીઓ બાળકને ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબે બાળકને દાખલ કરવાનું કહેતા બાળકનાં વાલી ઉશ્કેરાયા હતા અને તબીબ આસિસ્ટન્ટ ડો. મનોજ પ્રજાપતિની ચેમ્બરમાં ઘૂસીને એક બાદ એક એમ બાર લાફા ઝીંકી દીધા હતા. આ મામલે તબીબ દ્વારા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તબીબની ફરિયાદ બાદ CCTV ફૂટેજનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ

પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ

ડ્રીમ હોસ્પિટલ્સનાં માલિક ડો. ડ્રીમ પટેલે આ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, ડોક્ટર પર હુમલાની આ ઘટના ખૂબ જ નિંદનીય છે. આ પ્રમાણે હુમલો કરવો યોગ્ય નથી. આ બાબતે પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને વાલી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ વાલીએ પણ આરોપ લગાવ્યો છે કે, તબીબ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા તેમનાં દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top