સુપરફૂડ તરીકે જાણીતા મખાના આ સમસ્યા ધરાવતા લોકો માટે હોય છે જોખમી! લાભના ચકારમાં કરાવી શકે છે નુકસાન, જાણો કઈ રીતે?
સુપરફૂડ તરીકે ખૂબ ચર્ચિત મખાનાના ઠેર ઠેર લોકો ગુણગાન ગાય છે. મખાનામાં કેલેરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. જેના કારણે તે શરીર માટે ખૂબ લાભકારી સાબિત થાય છે. મખાના વજન ઘટાડવાથી લઈ હાર્ટ હેલ્થ સુધારવા સુધીના ફાયદા કરે છે. મખાના ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ બનવાનું પ્રમાણ ઘટી જાય છે. તેના કારણે હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થઈ જાય છે. આ બધી ખુબીઓના કારણે જ મખાનાને સુપરફુડ માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ તો મખાના રોજ ખાવાની સલાહ આપે છે. તેમ છતા અગણિત ફાયદા કરતાં મખાના અમુક સમસ્યાઓ ધરાવતા લોકો માટે માટે હાનિકારક સાબિત થાય છે.
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જેમણે કિડનીમાં પથરીની સમસ્યા હોય તેમણે મખાના ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે મખાનામાં ઓક્સાલેટ નામનું તત્વ હોય છે જે પથરી બનવાની પ્રોસેસને ટ્રીગર કરી શકે છે. અને જે લોકોને પહેલાથી જ પથરી હોય તેઓ મખાના ખાય તો પથરીની સમસ્યા વકરી શકે છે. તેથી પથરીની સમસ્યા હોય તેમણે મર્યાદિત માત્રામાં મખાના ખાવા જોઈએ.
ડાયાબિટીસ હોય તેવા લોકો માટે પણ મખાના વધારે સારા નથી. કેમકે તેમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ તો ઓછો હોય છે પરંતુ અન્ય કાર્બોહાઈડ્રેટ સાથે મખાનાનું સેવન બ્લડ શુગર લેવલ વધારી શકે છે. તેથી ડાયાબિટીસ હોય તેમણે મખાના ન ખાવા અથવા ઓછા ખાવા જોઈએ.
હેલ્થ એક્સપર્ટ અનુસાર જે લોકોને ડ્રાયફ્રુડ, સીડ્સની એલર્જી હોય તેમણે પણ મખાના ખાવાનું ટાળવું. આ ફુડ સંવેદનશીલ લોકોમાં એલર્જી રિએક્શન ટ્રિગર કરી શકે છે. તેના કારણે ખંજવાળ અને પિત્ત જેવા લક્ષણોથી લઈ એનાફિલેક્સિસ જેવા ગંભીર રિએકશન જોવા મળી શકે છે.
ઉપરાંત જેમણે કબજિયાત અથવા ઝાડા જેવી પાચન સમસ્યાઓ હોય, તો પણ મખાનાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે મખાનામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને તેનું વધુ પડતું સેવન કરવાથી આ સમસ્યાઓ વધી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp