હેં! હોસ્પિટલમાં મૃત બાળકને જીવતું કરવા માટે ભૂવો બોલાવાયો? અંતે શું પરિણામ આવ્યું? પોસ્ટમોર્ટમ રૂમમાં જ ભૂવો શરુ થઇ ગયો, અને પછી...
બિહારના સમસ્તીપુર જિલ્લાથી એક ચોંકાવનારી ઘટનાના સમાચાર આવી રહ્યા છે. જ્યાં 15 વર્ષના કિશોરનું સાપ કરડવાથી મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. પરંતુ એક તાંત્રિક દ્વારા બાળકને જીવતો કરવાનો દાવો શરૂ કરાયો હતો. દાવો કર્યા બાદ તાંત્રિકે પોસ્ટમોર્ટમ રૂમમાં જ તાંત્રિક વીશી શરુ કરી દીધી હતી.
સમસ્તીપુર સદર હોસ્પિટલમાં પોતાને 'ભગત' એટલે કે તાંત્રિક ગણાવતા હેલ્મેટ પહેરેલા એક વ્યક્તિએ મૃત કિશોરને જીવતો કરવાનો દાવો કર્યો હતો. આ બાદ, તેણે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસમાં મૃત શરીર પાસે તંત્ર-મંત્રની પ્રક્રિયા શરૂ કરી હતી. લગભગ અડધા કલાક સુધી, તે મૃત શરીરની છાતી પર હાથ ફેરવતો રહ્યો અને થોડી થોડી વારે મૃતદેહની નાડી તપાસતો રહ્યો. આ ઘટનાને ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં રેકોર્ડ કરી અને વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો, જે હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનાને પગલે પોસ્ટમોર્ટમ રૂમમાં ડઝનબંધ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન ભગત અખિલેશ કુમાર રાયે ટુવાલની ચાબુક બનાવીને મૃત શરીરને મારવાનું શરૂ કર્યું. તેનો એક સાથી મૃત કિશોરના પગના તળિયા પર સતત માલિશ કરી રહ્યો હતો. ભગત ક્યારેક મંત્રોનો પાઠ કરતો, ક્યારેક બંધ આંખોથી ધ્યાન કરતો હતો. ત્યારે બધાને આશા !બંધાઈ હતી કે, કદાચ કોઈ ચમત્કાર થશે અને બાળક જીવિત થશે. પરિવારના સભ્યો પણ તે જ આશાથી જોઈ રહ્યા હતા.
અંતે લગભગ 30 મિનિટની પ્રક્રિયા પછી તાંત્રિકે કહ્યું કે, ડોક્ટરોએ બાળકને સોય લગાવી હતી, જેના કારણે તેની ઊર્જા વિખેરાઈ ગઈ છે, અને તેથી તે તેને જીવિત કરી શક્યો નહીં. અંતે જ્યારે બધા પ્રયાસો નિષ્ફળ ગયા, ત્યારે તાંત્રિકે હાથ જોડીને પરિવાર અને ત્યાં હાજર ભીડની માફી માંગી હતી.
આ મામલે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા ડો. પીડી શર્માએ સ્પષ્ટતા કરી હતી કે, આવી કોઈ પ્રક્રિયા દ્વારા મૃતદેહને પુનર્જીવિત કરી શકાતો નથી. ડોકટરોએ કહ્યું કે, પરિવારની લાગણીઓ સમજી શકાય છે, પરંતુ વિજ્ઞાન અને દવા અનુસાર, મૃતદેહને ફરી જીવિત કરવો શક્ય નથી. આખરે ડોકટરોની ટીમે મૃત કિશોરનું પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp