ગુજરાતના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના તીવ્ર આંચકા, સ્થાનિક લોકોમાં ફફળાટ, જાણો સમગ્ર વિગતો

ગુજરાતના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના તીવ્ર આંચકા, સ્થાનિક લોકોમાં ફફળાટ, જાણો સમગ્ર વિગતો

12/08/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના તીવ્ર આંચકા, સ્થાનિક લોકોમાં ફફળાટ, જાણો સમગ્ર વિગતો

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે ફરી એકવાર ભૂકંપની ધ્રુજારી અનુભવાઈ હતી. મળતી  વિગતો મુજબ, ભૂકંપનો આ આંચકો ખાસ કરીને સાસણગીર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવાયો હતો. સવારે 10.51 વાગ્યે આ ભૂકંપનો આંચકો અનુભવતા સ્થાનિકોમાં થોડો ભયનો માહોલ સર્જાયો હતો.


સ્થાનિકોમાં ફફળાટ

સ્થાનિકોમાં ફફળાટ

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આજે અનુભવાયેલા આ ભૂકંપના આચકા સામાન્ય કરતાં વધુ તીવ્ર લાગ્યા હતા. અનેક લોકોએ ઘરોમાંથી બહાર આવી સુરક્ષિત સ્થળે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. હાલ સુધી કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા નથી, પરંતુ લોકોમાં ભૂકંપનો ભય હજી યથાવત્ છે. આ ભૂકંપની તીવ્રતા 3.1 હોવાનું સામે આવ્યું છે. જો કે સાસણગીર વિસ્તાર જંગલ વિસ્તાર હોવાથી પ્રાણીસૃષ્ટિ પર આ ધ્રુજારીની શું અસર થશે તે અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.


મોટી આફતનો સંકેત

મોટી આફતનો સંકેત

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા કચ્છમાં આવેલા ભૂકંપ બાદ સૌરાષ્ટ્રની ધરા સતત ધૃજી રહી છે. ગીર સોમનાથના તાલાલામાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ સતત ધૃજારી અનુભવાઈ રહી છે. ત્યારે આજે સવારે 10:51 વાગ્યે તાલાલામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ પહેલા ગત પાંચમી ડિસેમ્બરે તાલાલામાં બે આંચકા અનુભવાયા હતાં. પ્રથમ આંચકો મોડી રાત્રે 1.48 વાગ્યે અને બીજો આંચકો વહેલી સવારે 4.43 વાગ્યે અનુભવાયો હતો. 1.6 અને 1.4ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 10 કિ.મી નોર્થ ઇસ્ટમાં નોંધાયું હતું.

આ પહેલા નવેમ્બરના અંતમાં અમરેલીનાં ખાંભા ગીરના ગામડાઓમાં પણ સતત બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાત્રે 1.44 વાગ્યે 1.9ની તીવ્રતાનો ભૂકંપ અને બપોરના સમયે પણ 2.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ સમઢિયાળાથી 38 કિ.મી દૂર નોંધાયું હતું. અ ભૂકંપના આંચકા તે આવનારા કોઈ મોટા જોખમ માટે ચેતવણી રૂપ હોય શકે છે. ગુજરાત એકવાર તો આ ભૂકંપની ભયંકર તારાજીમાંથી પસાર થઈ ચૂક્યું છે.    

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top