કેદારનાથ પૂરમાં મરી ચૂકેલો શખ્સ જીવતો નીકળ્યો, એક ચોરીના કેસે પરિવારજનો સાથે મળાવી દીધો
2013માં કેદારનાથમાં પૂર આવ્યો હતો, જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે સેંકડો લોકો ગુમ થયા હતા. શિવમ પણ તેમાંથી એક હતો. જ્યારે તે ઘણા દિવસો સુધી ગુમ રહ્યો, ત્યારે તેના પરિવારજનોએ હાર માની લીધી, તેને મૃત માનીને પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કર્યા. પરંતુ કહાની અહી જ પૂરી ન થઈ. મૃત તરીકે સૂચિબદ્ધ આ શખ્સ મહારાષ્ટ્રના સંભાજીનગરમાં સેંકડો કિલોમીટર દૂર જીવતો મળી આવ્યો હતો. પરંતુ તેને ત્યાં કેવી રીતે પહોંચ્યો તેની કોઈ યાદ નથી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 2021માં સંભાજીનગરમાં જે મંદિરમાં શિવમ રોકાયો હતો, તેમાં ચોરી થઈ હતી. તેની ધરપકડ બાદ કેટલાક લૂંટારુઓએ તેને આ કેસમાં ફસાવી દીધો. જ્યારે શિવમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, ત્યારે ન્યાયાધીશે તેને ‘ડિસઓર્ગેનાઇઝ્ડ સ્કિઝોફ્રેનિયા’ને કારણે પુણેની પ્રાદેશિક માનસિક હોસ્પિટલ (RMH) મોકલવાનો આદેશ આપ્યો.
પાછળથી, ઉત્તરાખંડના રૂડકીમાં સરકારી માનસિક હોસ્પિટલમાં શિવમની શાળા સંબંધિત એક નાની માહિતી સામે આવી. આ સંકેત તેના પરિવાર સુધી પહોંચવાનો પ્રારંભિક બિંદુ બન્યો. બીજી તરફ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું કે શિવમનો ચોરી સાથે કોઈ સંબંધ નથી અને RHMએ તેને છોડી દીધો. ત્યારબાદ, 55 વર્ષીય શિવમ આખરે શુક્રવાર, 5 નવેમ્બરના રોજ તેના ભાઈ સાથે મળી શક્યો. શિવમનો પરિવાર રૂડકીમાં રહે છે.
RHM ના સમાજ સેવા અધિક્ષક (SSS) રોહિણી ભોંસલે કહે છે કે શિવમને ઓળખવું સરળ નહોતું. તે પહાડી બોલી બોલતો હતો, જે સમજવી મુશ્કેલ હતી અને પોલિયોને કારણે ચાલવામાં પરેશાની થતી હતી. મને વિચિત્ર લાગ્યું કે આવી સ્થિતિમાં તે ચોરીમાં કેવી રીતે સામેલ થઈ શકે છે.’
2023માં એક દિવસ શિવમે અચાનક રૂડકીમાં તેની શાળાનું નામ 'પ્રેમ વિદ્યાલય' કહ્યું. આ તે નક્કર માહિતી હતી જે ટીમ શોધી રહી હતી. ભોંસલેએ તાત્કાલિક હરિદ્વાર જિલ્લાના રૂડકી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને શિવમના સંબંધીઓ અને તેના શિક્ષણ વિશે માહિતી મેળવી.
તેમણે જણાવ્યું કે શિવમ અવ્યવસ્થિત સ્કિઝોફ્રેનિયાથી પીડાય છે, આ એક માનસિક બીમારી હોય છે, જે પીડિતાના વિચાર, વાણી અને દૈનિક પ્રવૃત્તિઓમાં ગંભીર વિક્ષેપ પાડે છે. શિવમને ઘરે લઈ જનાર પરિવાર હાલમાં આ બાબતે ચર્ચા કરવા માંગતો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp