ગુજરાતના અમરેલીમાં ૧ વ્યક્તિ પર ૧૨ જણાના ટોળાએ કુહાડી વડે હુમલો કરી ક્રૂરતા આચરી, જાણો વિગતે

ગુજરાતના અમરેલીમાં ૧ વ્યક્તિ પર ૧૨ જણાના ટોળાએ કુહાડી વડે હુમલો કરી ક્રૂરતા આચરી, જાણો વિગતે

11/12/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતના અમરેલીમાં ૧ વ્યક્તિ પર ૧૨ જણાના ટોળાએ કુહાડી વડે હુમલો કરી ક્રૂરતા આચરી, જાણો વિગતે

અમરેલીમાંથી એક અત્યંત ક્રૂર કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. જિલ્લાના અરજણસુખ ગામમાં એક યુવક પર તેના જ કુટુંબીજનો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અહીં હુમલાખોરોએ ક્રુરતાની તમામ હદ પાર કરતા યુવક પર કુહાડી વડે હુમલો કરી તેના બંને પગ કાપી નાખ્યા હતા.


૧૨ શખ્સોએ મળીને આચરી ક્રૂરતા

૧૨ શખ્સોએ મળીને આચરી ક્રૂરતા

મળતી માહિતી અનુસાર, મૂળ ગોંડલનો રહેવાસી દીનેશ સોલંકી નામનો યુવક અરજણસુખ ગામે ભીખા રાઠોડના ઘરે કોઈ કામ અર્થે આવ્યો હતો. જે દરમિયાન સાપર સુડાવડ ગામના બે સાળાઓ સહિત કુલ 12 જેટલા શખ્સો તેના પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ દીનેશ સોલંકી પર કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. અને તેના બંને પગ કાપી નાખ્યા હતા. પગ શરીરથી કપાઈને અલગ થઈ જતા પીડિત યુવકને ગંભીર અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની ક્રૂરતા એટલી હદે હતી કે, યુવકના શરીરથી અલગ થયેલા બંને પગને કોથળામાં ભરીને હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા.


પોલીસની કાર્યવાહી

આ ગંભીર બનાવની જાણ થતાં જ સ્થાનિક ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જો કે આ જીવલેણ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં આ હુમલો કૌટુંબિક કારણોસર થયો હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને હુમલાખોરોને પકડવા અને હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top