દયાભાભી જલ્દી જ કરી રહ્યા છે 'તારક મહેતા કા ઉલટા ચશ્માં' શોમાં વાપસી, ટાપુ સેનાએ વાત વાતમાં કરી દીધી જાહેરાત, જાણો
ભારતમાં ટેલિવિઝનનો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં છેલ્લા ઘણાં વર્ષોથી લોકોના ખૂબ લાડીલા દયાબેન સિરિયલમાંથી ગુમ છે. વાત જાણે એમ છે કે, દિશા વાકાણીએ 2017માં પ્રસૂતિ રજા પર ગઈ હતી અને ત્યારથી તેઓ શોમાં પાછા ફર્યા નથી. ચાહકો ઘણાં સમયથી દિશાને દયાબેનની ભૂમિકામાં પાછી ફરતી જોવા માટે ઉત્સુક છે. જો કે, દિશા વાકાણી તરફથી આ ભૂમિકામાં પાછા ફરવા અંગે કોઈ સત્તાવાર અપડેટ કરવામાં આવી નથી.
ટપુએ પોતે પુષ્ટિ આપી છે કે, તેના મમ્મી એટલે કે દયાબેન શોમાં જલ્દી જ પાછી ફરી રહ્યા છે. વાત જાણે એમ છે કે, શો દરમિયાન તાજેતરમાં એક મહિલા મંડળ ક્રિકેટ રમતી અને બારીનો કાચ તોડતી દેખાઈ હતી. ભીડે અને ઐયર ગેરસમજ કરે છે અને વિચારે છે કે ટપુએ કાચ તોડી નાખ્યો હતો. આનાથી ભારે હોબાળો થાય છે. જો કે મામલો ઉકેલાઈ જાય છે. ત્યારબાદ એપિસોડમાં ટપુ સેના બેસીને ચર્ચા કરે છે કે, મહિલા મંડળે બારીના કાચ કેવી રીતે તોડી નાખ્યા. આ દરમિયાન ગોલુ ટપુ સેના અને મહિલા મંડળ વચ્ચે ક્રિકેટ મેચ યોજવાનું સૂચન કરે છે. અને જીએલપી(ગોકુલધામ પ્રીમિયર લીગ)નો આઇડિયા આપે છે.
આ દરમિયાન ટપુ કહે છે કે, "મારી મમ્મી પણ ટૂંક સમયમાં ગોકુલધામ પરત આવવાની છે." ત્યારે સોનુ પૂછે છે કે, "શું ખરેખર દયા આંટી આવી રહ્યા છે!? ત્યારે ટપુ જવાબ આપતા કહે છે કે, એકવાર તેની મમ્મી આવી જશે પછી જીપીએલની વધુ મજા આવશે. ત્યારે સોનુ કહે છે, "દયા આંટી વિના GPLમાં મજા નથી આવતી." જો કે આ અંગે સત્તાવાર કોઈના તરફથી પુષ્ટિ થઈ નથી. ત્યારે હવે દર્શકોએ રાહ જોવી રહી કે, શું દયાબેન શોમાં ખરેખર પાછા ફરે છે કે કેમ? અને GPL ખરેખર ક્યારે યોજાશે?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp