લતાજીના નિધન બાદ બોલ્ડ ફોટો શેર કરતા અભિનેત્રી ટ્રોલ થઈ, લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું
મહાન ગાયિકા લતાજીના નિધન બાદ આખા દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને સોશિયલ મીડિયા પર હસ્તીઓ અને યુઝરોએ લતાજીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તો કેટલાકે તેમના જૂના ગીતો યાદ કર્યા હતા.
બોલિવુડમાંથી પણ ઘણા અભિનેતાઓએ લતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કેટલાક અંતિમ દર્શન કરવા પણ પહોંચ્યા હતા. દરમ્યાન, શોકગ્રસ્ત માહોલ વચ્ચે બોલિવુડની જ એક અભિનેત્રીએ એવી તસવીર શેર કરી, જેનાથી તેણે નેટીઝન્સના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું.
અભિનેત્રી મલાઈકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ ઉપર એક બોલ્ડ તસ્વીર શેર કરી હતી. જેમાં જોઈ શકાય છે કે તેણે બ્રાલેટ અને શોર્ટ્સ પહેરી સ્વીમીંગ પુલમાં પગ ડૂબાડીને બોલ્ડ પોઝ આપ્યો છે. આ ફોટો જોઈને અમુક લોકો એની પ્રશંસા કરી રહ્યા છે તો ઘણાં લોકોએ આ તસ્વીર જોઈને રોષે ભરાયા હતા.
અમુક યુઝર્સે મલાઈકાના આ ફોટો પર કોમેન્ટ કરતા કહ્યું હતું કે, “તું આટલી મતલબી કઈ રીતે બની શકે? બોલિવુડે તને ઓળખ આપી છે અને તું લતાજીને શ્રદ્ધાંજલિ આપવાની જગ્યાએ આ વાહિયાત ફોટો શેર કરવાનું પસંદ કરે છે. તું કોઈ સ્ટાર નથી પણ એક મતલબી સ્ત્રી છે.”
એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, “જ્યાં આખું ભારત લતા મંગેશકરના નિધનથી શોકમાં ડૂબ્યું છે ત્યાં તમને આવું દેખાડવું છે.” એક બીજા યુઝરે લખ્યું છે કે “રાષ્ટ્ર એ એક દેવીને ખોયા છે, એવા દેવી જે તમારી જ ઇન્ડસ્ટ્રીના હતા. એક દિવસ બાદ તમે આ ફોટો શેર ન કરી શકો?”
તેજા નામની યુઝરે લખ્યું છે કે, “થોડી તો શરમ કરો..દેશમાં શું ચાલી રહ્યું છે અને તમારું આ શું ચાલી રહ્યું છે.”
મલાઈકા અરોરા બોલીવુડમાં તેના આઇટમ સોંગના બોલ્ડ ડાન્સને લીધે જાણીતી છે. સલમાનના ભાઈ અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા બાદ ખાસ્સા સમયથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. અવારનવાર સોશિયલ મિડીયા પર તે બંનેની સાથે વીતાવેલી પળોના વિડીયો અને તસવીરો વાઈરલ થતા રહે છે. મલાઈકા 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર' શોમાં જજ તરીકે પણ જોવા મળે છે. તેમજ કેટલીક વખત તેના કો-જજ ટેરેન્સ લુઇસ સાથે ડાન્સ રીલ બનાવતી રહે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp