પાકિસ્તાનના આ મૌલવીને કરવા છે ઐશ્વર્યા રાય સાથે લગ્ન, ધર્મપરિવર્તન કરાવી રાખશે આ નામ, જુઓ વિડિય

પાકિસ્તાનના આ મૌલવીને કરવા છે ઐશ્વર્યા રાય સાથે લગ્ન, ધર્મપરિવર્તન કરાવી રાખશે આ નામ, જુઓ વિડિયો

11/28/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનના આ મૌલવીને કરવા છે ઐશ્વર્યા રાય સાથે લગ્ન, ધર્મપરિવર્તન કરાવી રાખશે આ નામ, જુઓ વિડિય

આમ તો પાકિસ્તાને ક્યારેય પોતાની ફજેતી કરવાનો મોકો નથી ચૂકતું. ત્યારે હવે પાકિસ્તાનના જાણીતા અને વિવાદાસ્પદ ઇસ્લામિક સ્કોલર મૌલવી મુફ્તિ અબ્દુલ કાવીએ ફરી એકવાર બફાટ કરી પોતાની ઈજ્જ્તમાં વધારો કરવાની કોશિશ કારી છે. તેમનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં તેઓ પૂર્વ મિસ વર્લ્ડ તથા બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય વિશે ચોંકાવનારી અને ચર્ચાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળે છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


'ઐશ્વર્યા રાય'નું નામ ‘આયશા રાય’ રાખશે

'ઐશ્વર્યા રાય'નું નામ ‘આયશા રાય’ રાખશે

આ વીડિયોમાં ઇન્ટરવ્યૂ દરમિયાન મૌલવી અબ્દુલ કાવી બફાટ કરે છે કે, તેમણે સાંભળ્યું છે કે ઐશ્વર્યા રાય અને તેમના પતિ અભિષેક બચ્ચન વચ્ચે મનમેળ નથી અને બંને વચ્ચે જલ્દી જ છૂટાછેડાની શક્યતા દેખાઈ રહી છે. તેઓ વધુમાં કહે છે કે, પોતે તો દંપતી એક રહે એવી પ્રાર્થના કરે છે, પરંતુ જો બંને અલગ થઈ જાય તો ઐશ્વર્યા તેમને લગ્ન માટે પ્રપોઝલ મોકલે તેવો બફાટ તેઓ કરે છે. મૌલવી કાવી વધુમાં કહે છે કે, જો આ પરિસ્થિતિ બને તો તેઓ ઐશ્વર્યા રાયનું ધર્મપરિવર્તન કરાવી તેમને ઇસ્લામ સ્વીકાર કરાવશે અને પછી તેનું નામ ‘આયશા રાય’ રાખશે.

ઇન્ટરવ્યૂ દરમિયાન, હોસ્ટ દ્વારા પુછવામાં આવ્યું કે, કોઈ ગેરમુસ્લિમ વ્યક્તિ સાથે તેઓ લગ્ન કેવી રીતે કરી શકે? ત્યારે મુફ્તિ કાવીએ તેનો જવાબ આપતાં ભારતીય અભિનેત્રી રાખી સાવંતનું ઉદાહરણ આપ્યું હતું. રાખીએ પોતાના લગ્ન વખતે ઇસ્લામ સ્વીકાર કરી પોતાનું નામ ‘ફાતિમા’ રાખ્યું હતું તેમ તેમણે જણાવ્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top