શાહરૂખ પુત્ર આર્યને નશાની હાલતમાં એરપોર્ટ પર લઘુશંકા કરી? જાણો શું છે વાઈરલ વિડીયો પાછળનું સત્ય

શાહરૂખ પુત્ર આર્યને નશાની હાલતમાં એરપોર્ટ પર લઘુશંકા કરી? જાણો શું છે વાઈરલ વિડીયો પાછળનું સત્ય

01/04/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

શાહરૂખ પુત્ર આર્યને નશાની હાલતમાં એરપોર્ટ પર લઘુશંકા કરી? જાણો શું છે વાઈરલ વિડીયો પાછળનું સત્ય

ગઈકાલથી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે, જેમાં દેખાય છે કે એક યુવક નશાની હાલતમાં એરપોર્ટ પર જાહેરમાં લઘુશંકા કરવાનું શરૂ કરી દે છે. આ વિડીયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે વિડીયોમાં જોવા મળતો યુવક શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન છે.

વિડીયોમાં જોવા મળે છે કે, સફેદ ટી-શર્ટ પહેરેલો એક યુવક નશામાં ધૂત હોવાનું જણાય છે અને તે એરપોર્ટ પર જાહેરમાં જ પેશાબ કરવાનું શરૂ કરી દે છે. તેની બાજુમાં લાલ કોટમાં ઉભેલો એક વ્યક્તિ તેને આમ કરતા રોકે છે પરંતુ તે લઘુશંકા કરવાનું ચાલુ રાખે છે. ત્યારબાદ એક પોલીસ અધિકારી તેને પકડી લે છે.


આ વિડીયો ટ્વીટ કરીને એક યુઝરે લખ્યું, ‘આર્યન ખાન (શાહરૂખ ખાનનો પુત્ર) ટોરન્ટો એરપોર્ટ ઉપર આ સ્થિતિમાં જોવા મળ્યો.’ અન્ય એક પોસ્ટમાં આ વિડીયો બે વર્ષ પહેલાનો અમેરિકાનો હોવાનો દાવો કરીને કહેવામાં આવ્યું કે તેણે નશામાં એરપોર્ટ પર પેશાબ કર્યો હતો અને ત્યારબાદ પોલીસે તેની મારપીટ કરી હતી.’

આ વાઈરલ વિડીયોની હકીકત તપાસતા જાણવા મળે છે કે આ વિડીયો વર્ષ 2012 નો છે અને વિડીયોમાં જોવા મળતો શખ્સ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન નહીં પણ કેનેડિયન અભિનેતા બ્રોન્સન પેલેટિયર છે. નવ વર્ષ જૂનો આ વિડીયો ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર ફરી વાઈરલ થયો હતો.


2012 ની ઘટના, અમેરિકાના લોસ એન્જલસ એરપોર્ટ પર બની હતી

બ્રોન્સન વર્ષ 2009-12 માં આવેલી સીરીઝ ‘The Twilight saga’ માં અભિનેતા તરીકે જોવા મળ્યો હતો. તેની ઉંમર 35 વર્ષની છે. ડિસેમ્બર 2012 માં એરપોર્ટ પર બનેલી આ ઘટના અંગે વિકીપીડીયા ઉપર પણ ઉલ્લેખ જોવા મળે છે.

વર્ષ 2012 માં અમેરિકાના લોસ એન્જેલસ એરપોર્ટ ઉપર આ ઘટના બની હતી. પેલેટિયર નશાની હાલતમાં પકડાયો હતો અને તેને ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની આ હરકતના કારણે કેસ પણ ચાલ્યો હતો અને સજા પણ થઇ હતી.


ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યનની ધરપકડ થઇ હતી

ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યનની ધરપકડ થઇ હતી

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન તાજેતરમાં જ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઓક્ટોબરમાં મુંબઈથી ગોવા જતી ક્રૂઝમાં ડ્રગ્સ પાર્ટી ચાલતી હતી તે દરમિયાન એનસીબીએ રેડ પાડી હતી, જેમાં આર્યન ખાન પણ સામેલ હતો. ત્યારબાદ આર્યન ખાન અને તેની સાથે તેના મિત્રો અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની ધરપકડ કરી લેવામાં આવી હતી.

લગભગ એક મહિનો જેલમાં રહ્યા બાદ બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને શરતી જામીન આપ્યા હતા. હાલ આર્યન જામીન પર બહાર છે. જોકે, તેણે દર શુક્રવારે એનસીબીની ઓફિસમાં હાજરી આપવા જવું પડે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top