ઋતિક રોશન પોતાનાથી 19 વર્ષ નાની છોકરી સાથે કરી રહ્યો છે ડેટ; સોશિયલ મીડિયા પર તસ્વીર થઈ વાઈરલ
બોલીવુડ કપલ ઋતિક રોશન અને સુસેનના છૂટાછેડાને ઘણો સમય થઈ ગયો છે. ઋતિક રોશન પણ હાલ ખાસ કંઇ ફિલ્મોમાં દેખાતો નથી. તે પોતાની ફિલ્મ કરતાં અંગત જીવનને કારણે હાલમાં વધુ ચર્ચામાં આવ્યો છે. તે પોતાના કરતાં 17 વર્ષ નાની યુવતી શબા આઝાદને ડેટ કરી રહ્યો છે. શરૂઆતમાં તો શબાએ જાહેરમાં લોકોથી પોતાનો ચહેરો છુપાવ્યો હતો. બંને ઘણી ઈવેન્ટ્સમાં કે રેસ્ટોરન્ટની બહાર એકબીજાનો હાથ પકડીને જતાં જોવા મળ્યાં હતા. પહેલા તો બંને આ વાતને છુપાવતા હતા પણ હવે તો લોકોમાં પણ તેમની તસ્વીરો વાઈરલ થઈ રહી છે, જેથી તેમના આ સંબંધ વિશે સ્પષ્ટતા થઈ છે.
હૃતિક રોશન અને સબા આઝાદે હજી સુધી તેમના સંબંધો વિશે કંઈપણ કહ્યું નથી પરંતુ તેમની ક્રિયાઓ શબ્દો કરતાં વધુ જોરથી બોલી રહી છે. સોશિયલ મીડિયા પર તેઓ એકબીજાના ફોટોઝ પર લવ કોમેન્ટ્સ કરે છે. તેમજ થોડા સમય પહેલા બંને એક રેસ્ટોરન્ટની બહાર સાથે એકબીજાના હાથ પકડીને જતાં નજરે ચઢ્યા હતા. તેમજ ત્યારબાદ બંનેના સાથેના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યાં હતા.
હાલમાં જ હૃતિક રોશનના કાકા રાજેશ રોશને એક ફેમિલીનો ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ ફોટામાં શબા આઝાદ પણ જોવા મળી હતી. તેમજ હૃતિકના પિતા રાકેશ રોશન સહિત તેના બાળકો પણ જોવા મળ્યાં હતાં. હૃતિકનું પરિવાર શબાની ગાયકીથી પણ પ્રભાવિત છે.
હૃતિક અને શબા પોતાના સંબંધોને લઇને જાહેરમાં કોઇ વાત કરતા નથી. તેમ છતાં લોકોએ તેમના લગ્ન વિશે અટકળો ફેલાવવાની શરૂ કરી દીધી છે. એવામાં હૃતિકના એક ખાસ મિત્રે હૃતિક રોશન અને શબા આઝાદના લગ્ન વિશે સ્પષ્ટતા કરી છે. હૃતિક અને શબાના ખાસ મિત્રે એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, "બંને એકબીજાને પસંદ કરે છે. એટલું જ નહીં અભિનેતાના પરિવારને પણ શબાનો સ્વભાવ પસંદ પડયો છે. થોડા દિવસો પહેલા શબા હૃતિકના ઘરે ગઇ હતી ત્યારે તેણે એક મ્યુઝિક સેશન પણ રાખ્યું હતું અને પરિવારને પસંદ પણ પડયું હતું. હાલ તેઓ સાથે છે પરંતુ લગ્ન કરવાની તેમને ઉતાવળ નથી. હૃતિક અને શબાની મુલાકાત ટ્વિટર પર શરૂ થઇ હતી. આ પછી બંનેએ એકબીજાને મળવાનું શરૂ કર્યું હતું અને ધીરે ધીરે એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp