શું એશિયાના રાજકારણમાં મોટો વળાંક આવશે? વધું એક દેશની સત્તા પલટાશે? પશ્ચિમી નેતાઓ કરી રહ્યા છે

શું એશિયાના રાજકારણમાં મોટો વળાંક આવશે? વધું એક દેશની સત્તા પલટાશે? પશ્ચિમી નેતાઓ કરી રહ્યા છે સપોર્ટ! જાણો

01/01/2026 World

SidhiKhabar

SidhiKhabar

શું એશિયાના રાજકારણમાં મોટો વળાંક આવશે? વધું એક દેશની સત્તા પલટાશે? પશ્ચિમી નેતાઓ કરી રહ્યા છે

ફરી એક દેશની જનતાનો આર્થિક કટોકટી વકરતા ગુસ્સો ફાટી નીકળ્યો છે. ઈરાનમાં આ આંદોલનનો આજે સતત ચોથો દિવસ છે અને ધીમે-ધીમે તે વધુ ઉગ્ર બની રહ્યો છે. પ્રદર્શનકારીઓએ અનેક રસ્તાઓ જામ કરી દીધા છે. ઈરાનની રાજધાની તેહરાન તેમજ ઈસ્ફહાન, હમાદાન અને બાબેલ જેવા અનેક શહેરોમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, અને સુપ્રીમ લીડર અલી ખમેનેઈ વિરુદ્ધ 'તાનાશાહ મુર્દાબાદ'ના નારા લગાવી રહ્યા છે. આ પ્રદર્શનકારીઓ દ્વારા હવે માત્ર સુધારાની નહીં, પરંતુ ઈરાનમાં સંપૂર્ણ સત્તા પરિવર્તનની માંગ થઈ રહી છે. જે 2022ના મહસા અમીની આંદોલન પછીનો સૌથી મોટો વિદ્રોહ મનાઈ રહ્યો છે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


ઈરાનમાં મોંઘવારીનો દર 42 ટકા

ઈરાનમાં મોંઘવારીનો દર 42 ટકા

મહત્વનું છે કે, આ આંદોલન પાછળનું મુખ્ય કારણ ઈરાનનું કથળતું અર્થતંત્ર અને મોંઘવારી છે. ઈરાનમાં મોંઘવારીનો દર 42 ટકા સુધી પહોંચી ગયો છે અને સ્થાનિક ચલણ 'રિયાલ' ડોલર સામે ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો છે. તેથી 28 ડિસેમ્બરે તેહરાનના ગ્રાન્ડ બજારમાં દુકાનદારોની હડતાળથી શરૂ થયેલો આ વિરોધ હવે સામાન્ય જનતાના આક્રોશમાં ફેરવાઈ ગયો છે. લોકો પૂર્વ શાસક રઝા શાહ પહેલવીના સમર્થનમાં પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, જે વર્તમાન શાસન પ્રત્યેની તેમની ભયંકર નારાજગી દર્શાવે છે. ઈરાનના આ આંદોલનમાં પ્રદર્શનકારીઓ જુસ્સા અને આક્રોશ સાથે લોકોણે 'ડરો નહીં, આપણે બધા સાથે છીએ' અને 'તાનાશાહ મુર્દાબાદ' જેવા નારા લગાવી આખા દેશને ગજવી રહ્યા છે.



એશિયાના રાજકારણમાં મોટો વળાંક

એશિયાના રાજકારણમાં મોટો વળાંક

બીજી તરફ, તેહરાન યુનિવર્સિટીની લોકપ્રિય સ્ટુડન્ટ લીડર સરીરા કરીમીની ધરપકડ બાદ વિદ્યાર્થીઓમાં પણ ભારે રોષ છે. સુરક્ષા દળોએ હમાદાન અને નાહવંદ જેવા શહેરોમાં દેખાવકારોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા અને ગોળીબાર કર્યો હોવા છતાં, જનતા મક્કમતાથી રસ્તાઓ પર ડટેલી છે અને પીછેહઠ કરવા તૈયાર નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઈરાનના આ આંદોલનને ટેકો મળી રહ્યો છે.

અમેરિકન સીનેટર રિક સ્કોટ સહિત પશ્ચિમી રાજનેતાઓએ ઈરાની જનતાના આ સાહસને બિરદાવ્યું છે અને તેમને સરમુખત્યારશાહી સામે લડત ચાલુ રાખવા પ્રોત્સાહન આપ્યું છે. ઈરાનમાં ચાલી રહેલી આ અશાંતિ આવનારા દિવસોમાં પશ્ચિમ એશિયાના રાજકારણમાં મોટો વળાંક લાવી શકે તેમ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top