ચાલુ કારમાં 2 કલાક સુધી ગેંગરે*પ! વિરોધ કર્યો તો માથું ફોડી નાખ્યું; અડધી રાત્રે રસ્તામાં ફેંકી
દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં ગેંગરે*પનો મામલો સામે આવ્યો છે. એક મહિલાને પહેલા કારમાં લિફ્ટ આપવામાં આવી. ત્યારબાદ તેને ફરીદાબાદ-ગુરુગ્રામ રોડ પર બે કલાક સુધી લઈને ફરતા રહ્યા. આ દરમિયાન તેની સાથે ગેંગરે*પ કરવામાં આવ્યો હતો. જ્યારે મહિલાએ પ્રતિકાર કર્યો, ત્યારે તેને માર પણ મારવામાં આવ્યો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ તેને ચાલતી ગાડીમાંથી ફેંકી દેવામાં આવી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેના માથા પર 12 ટાંકા આવ્યા છે.
પીડિતાની બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ પોલીસે CCTV ફૂટેજનો ઉપયોગ કરીને બે પુરુષોની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું કહેવાય છે અને હાલમાં ફરીદાબાદમાં રહે છે.
અહેવાલો અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે પીડિતા અને તેની માતા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ તેને તેની બહેનને ફોન કર્યો અને તેની બહેનપણીના ઘરે જતી રહી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે તે બહેનપણીના ઘરે જઈ રહી છે અને લગભગ ત્રણ કલાકમાં પાછી આવશે. પીડિતા રાત્રે 12:30 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરવા માટે બહેનપણીના ઘરેથી નીકળી હતી. જ્યારે તે મેટ્રો ચોક પહોંચી ત્યારે તે ઓટો ડ્રાઇવરોને લઈ જવા માટે કહી રહી હતી. એટલામાં જ એક કાર આવી, જેમાં બે છોકરા પહેલાથી બેઠા હતા. એ છોકરાઓએ તેને લિફ્ટ આપી.
આ લોકો ફરીદાબાદથી ગુરુગ્રામ તરફ લઈને જતાં રહ્યા. આ દરમિયાન તેમણે ફરીદાબાદ-ગુરુગ્રામ રોડ પર લગભગ બે કલાક સુધી ગાડી ચલાવી. આ સમય દરમિયાન એક છોકરો ગાડી ચલાવતો રહ્યો જ્યારે બીજાએ છોકરી પર ગેંગરે*પ કર્યો. એવું કહેવાય છે કે જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ તેમણે તેને રસ્તા પર ફેંકી દીધી અને ભાગી ગયા. ત્યારબાદ પીડિતાએ તેની બહેનને આપવીતી જણાવી. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાંથી તેને AIIMSમાં રિફર કરવામાં આવી. જોકે, હાલમાં તે ફરીદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp