આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિવાદ! સમાજે આક્રોશ બતાવતા કાર્યક્રમ કરવો પડ્યો રદ, જુઓ વિડિયો

આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિવાદ! સમાજે આક્રોશ બતાવતા કાર્યક્રમ કરવો પડ્યો રદ, જુઓ વિડિયો

12/31/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિવાદ! સમાજે આક્રોશ બતાવતા કાર્યક્રમ કરવો પડ્યો રદ, જુઓ વિડિયો

હાલ ગુજરાતમાં સમાજના ઠેકેદારો પ્રેમ લગ્નને મુદ્દો બનાવી ભારે હોબાળો કરી રહ્યા છે. તાજેતરમાં જ કિંજલ દવેની સગાઈનો વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. ત્યારે હવે સુરતની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને સર્જાયેલો વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. જે હવે તેના વ્યવસાયિક કાર્યક્રમો સુધી પહોંચ્યો છે. માહિતી મુજબ, શહેરના કતારગામ સ્થિત મોટી વેડ વિસ્તારમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં પાટીદાર યુવાનો દ્વારા ઉગ્ર વિરોધની શક્યતાને પગલે આરતી સાંગાણીનો કાર્યક્રમ આયોજકો દ્વારા છેલ્લી ઘડીએ રદ કરવામાં આવ્યો હતો.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


વિવાદની અસર ગ્રાઉન્ડ ઝીરો પર

વિવાદની અસર ગ્રાઉન્ડ ઝીરો પર

મળતી માહિતી અનુસાર, સુરતના મોટી વેડ વિસ્તારમાં આવેલા સિલ્વર ફાર્મ ખાતે પાટીદાર અગ્રણી સુરાણી પરિવાર દ્વારા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જાણીતી સિંગર આરતી સાંગાણીને આમંત્રિત કરવામાં આવી હતી. પરંતુ, આરતી સાંગાણીના લવમેરેજને લઈને  પાટીદાર સમાજમાં, ખાસ કરીને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદની અસર ગ્રાઉન્ડ ઝીરો પર જોવા મળી હતી.

આરતી સાંગાણી કાર્યક્રમ સ્થળે પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો સિલ્વર ફાર્મની બહાર એકઠા થઈ ગયા હતા. સમગ્ર મામલો નાજુક બનતા અને સમાજની લાગણી દુભાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા યજમાન સુરાણી પરિવારે તાત્કાલિક આરતી સાંગાણીનો કાર્યક્રમ રદ કરી દીધો હતો. અને સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ સમાજના હિત માટે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને હંમેશા સમાજની સાથે છે. છેલ્લી ઘડીએ આરતી સાંગાણીના સ્થાને જાણીતી સિંગર ગોપી પટેલને કાર્યક્રમ માટે નક્કી કરવામાં આવી હતી.


પાટીદાર યુવાનનો આક્રોશ

પાટીદાર યુવાનનો આક્રોશ

આ મામલે પાટીદાર યુવાનનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "સમાજની એક દીકરીએ જે રીતે લવમેરેજ કર્યા છે, તે કૃત્ય નિંદનીય છે. કદાચ કોઈ ટપોરી છોકરાએ ફોસલાવીને કે મોહિનીકરણ કરીને આ કર્યું હોય. અમારું સ્પષ્ટ માનવું છે કે સમાજની બીજી કોઈ દીકરીઓની આ હાલત ન થાય તે માટે આ વિરોધ જરૂરી છે. સુરાણી પરિવારે ગણતરીના કલાકોમાં જ પ્રોગ્રામ કેન્સલ કરીને પાટીદાર સમાજને સાથ આપ્યો છે, જે બદલ તેમને અભિનંદન છે. આવા પરિવારો છે ત્યાં સુધી અમને ગર્વ છે કે અમે પાટીદાર છીએ."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top