‘ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવી...’, ટ્રમ્પ બાદ આ દેશે પણ કરી દીધો મોટો દાવો; કોણ સાચું, કોણ જૂઠું?
ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ મંગળવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ એ મુદ્દાઓમાંથી એક હતી, જેન પર આ વર્ષે બીજિંગ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી હતી. અમેરિકા બાદ ચીન આ દાવો કરનારો પહેલો દેશ છે, જોકે ભારતે મે મહિનામાં થયેલા સંઘર્ષમાં ત્રીજા પક્ષની દખલગીરીને વારંવાર નકારી કાઢી છે.
વાંગે બીજિંગમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ચીનના વિદેશી સંબંધો પર એક સેમિનારમાં બોલતા આ દાવો કર્યો હતો. વાંગે કહ્યું કે વિશ્વમાં સંઘર્ષો અને અસ્થિરતા ઝડપથી વધી છે. આ વર્ષે, લોકલ લડાઇઓ અને સરહદ પારના સંઘર્ષો બીજું વિશ્વયુદ્ધ સંપટ થયા બાદ કોઈપણ સમય કરતાં વધુ વાર થયા છે.
જોકે, વાંગનું નિવેદન ભારતના દાવાની વિરુદ્ધ હતું કે 7-10 મેના રોજ પાકિસ્તાન સાથે થયેલી અથડામણ બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સીધી વાતચીત દ્વારા ઉકેલાઈ હતી.
તેમણે ભાર મૂક્યો કે બીજિંગ કાયમી શાંતિ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે ચીનના વલણને અનુસરીને વિશ્વભરના હોટસ્પોટ મુદ્દાઓને ઉકેલવા માટે કામ કર્યું છે. અમે ઉત્તરી મ્યાનમાર, ઈરાની પરમાણુ મુદ્દો, પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ, પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના મુદ્દાઓ તેમજ કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેના તાજેતરના સંઘર્ષમાં મધ્યસ્થી કરી છે.’
વાંગની ટિપ્પણી પર ભારતીય અધિકારીઓ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી, જોકે ભારતે કહ્યું છે કે આ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવામાં ચીન કે કોઈપણ ત્રીજા પક્ષે કોઈ ભૂમિકા ભજવી નથી. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મેના રોજ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર લશ્કરી હુમલા કર્યા હતા, જેના કારણે નાનો પણ તેજ સંઘર્ષ શરૂ થયો હતો જે 10 મેના રોજ સમાપ્ત થયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp