‘મારા પ્રેમીને પહેલા ભાઈ કહેતી હતી, હવે બાબૂ કહે છે’, એક છોકરીએ બીજી છોકરીને વાળ ખેંચી-ખેંચીને

‘મારા પ્રેમીને પહેલા ભાઈ કહેતી હતી, હવે બાબૂ કહે છે’, એક છોકરીએ બીજી છોકરીને વાળ ખેંચી-ખેંચીને મારી; જુઓ વીડિયો

12/31/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘મારા પ્રેમીને પહેલા ભાઈ કહેતી હતી, હવે બાબૂ કહે છે’, એક છોકરીએ બીજી છોકરીને વાળ ખેંચી-ખેંચીને

તું મારા પ્રેમીને ભાઈ કહેતી હતી, હવે બાબૂ કેમ કહે છે? બોલ.. કહેતા, કાનપુરમાં એક છોકરી રસ્તા વચ્ચે બીજી છોકરીને પાડીને માર મારે છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે તે ક્યારેક વાળ પકડીને તેને રસ્તા પર ખેંચે છે અને લાત મારે છે છે. માર ખનારી છોકરી વારંવાર મદદ માટે વિનંતી કરે છે, પરંતુ મારનારી છોકરી થોભવાનું નામ લેતી નથી. આ દરમિયાન તે વારંવાર ગુસ્સામાં બૂમ પાડે છે, ‘તું મારા બોયફ્રેન્ડને બાબૂકેમ બોલી?’


યુવતી ઓછામાં ઓછી 11 વાર લાફા મારે છે

યુવતી ઓછામાં ઓછી 11 વાર લાફા મારે છે

આ હુમલો કાનપુરના યશોદા નગર બાયપાસ પર થયો હોવાનું કહેવાય છે. વીડિયોમાં દેખાતી ઘમંડી છોકરી બારા વિસ્તારની હોવાનું કહેવાય છે. લગભગ એક મિનિટના વીડિયોમાં, યુવતી ઓછામાં ઓછા 11 વાર લાફા મારે છે, બે વાર લાત મારે છે અને બીજી છોકરીને રસ્તા પર વાળ પકડીને ખેંચે છે. રાહદારીઓ બચાવવાની જગ્યાએ તમાશો જોતા રહે છે, કોઈ દરમિયાનગીરી કરતું દેખાતું નથી.

અહેવાલો અનુસાર, બે મહિલાઓ વચ્ચેનો વિવાદનું કારણ એક છોકરો છે. મારામારી કરનારી છોકરીનો આરોપ છે કે પીડિતા જેની સાથે સંબંધમાં હતી તે જ યુવકને પ્રપોઝ કરી રહી હતી. આ વાતને કારણે પહેલા બંને વચ્ચે બહેસ થઈ, જે શારીરિક ઝઘડામાં પરિણમી. વીડિયોમાં વારંવાર તે જ વાત કહે છે કે પહેલા ભાઈ કહેનારી હવે બાબૂ કહી રહી છે, જેને ઝઘડાનું મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે. જો કે, આખો મામલો આરોપ-પ્રત્યારોપના સ્તરે જ છે. બંને પક્ષોમાંથી કોઈ પણ પક્ષ દ્વારા કોઈ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, કે પોલીસને ઘટના અંગે કોઈ નક્કર માહિતી મળી નથી. તેમ છતા વીડિયો વાયરલ થતા પોલીસ વિભાગમાં હિલચાલ તેજ થઈ ગઈ છે.


પોલીસ સુધી પહોંચ્યો વાયરલ વીડિયો

પોલીસ સુધી પહોંચ્યો વાયરલ વીડિયો

પોલીસનું કહેવું છે કે વાયરલ વીડિયો તેમના ધ્યાનમાં છે. જો કે, તે સ્પષ્ટ નથી કે વીડિયોમાં દેખાતી છોકરીઓ કોણ છે અને તેઓ હાલમાં ક્યાં છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ સુધી બંને પક્ષોમાંથી કોઈ પણ પક્ષ દ્વારા કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પોલીસનું કહેવું છે કે જો લેખિત ફરિયાદ મળશે, તો કાયદા મુજબ તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વીડિયોની તારીખ અને ઘટના કયા સંજોગોમાં બની તેની પણ તપાસ કરી રહી છે. સાથે જ આ કેસમાં જાહેર શાંતિ ખલેલ પહોંચાડવાના આરોપો અથવા અન્ય કોઈપણ કલમો હેઠળ સુઓમોટુ કાર્યવાહી કરી શકાય કે નહીં તે પણ વિચારી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top