અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, 6 મહિના માટે બંધ કરાયો રસ્તો; જાણો વિસ્તૃત માહિતી

અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, 6 મહિના માટે બંધ કરાયો રસ્તો; જાણો વિસ્તૃત માહિતી

12/31/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, 6 મહિના માટે બંધ કરાયો રસ્તો; જાણો વિસ્તૃત માહિતી

તાજેતરમાં જ અમદાવાદનો સુભાષ બ્રિજ તોડીને નવો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ 2 લેનનો નવો બ્રિજ પણ બનાવવાની વાત કહેવામાં આવી હતી, ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે અમદાવાદનો વધુ એક બ્રિજ તોડીને નવો બનાવવામાં આવશે. ચાલો જાણીએ આ અંગે વિસ્તૃત માહિતી.


મચ્છુનગર પાસે આવેલો બ્રિજ તોડી પડાશે

મચ્છુનગર પાસે આવેલો બ્રિજ તોડી પડાશે

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવા GIDC ઔદ્યોગિક વસાહત ખારીકટ કેનાલ પર મચ્છુનગર પાસે આવેલો બ્રિજ જર્જરિત હાલતમાં  છે, જેને તોડીને નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


વાહન ચાલકો માટે આ વૈકલ્પિક રસ્તો સૂચવાયો

વાહન ચાલકો માટે આ વૈકલ્પિક રસ્તો સૂચવાયો

GIDC દ્વારા લગભગ 23 મીટર લંબાઈનો આ બ્રિજ તોડીને નવો બનાવવામાં આવશે. જેના કારણે 1 જાન્યુઆરી 2026 થી 30 જૂન 2026 સુધી (6 મહિના માટે) રમોલ ચાર રસ્તાથી અંબિકા 3 રસ્તા સુધીનો લગભગ 200 મીટરનો રસ્તો (વટવા GIDC મચ્છુનગર બ્રિજ) અવરજવર માટે પૂરી રીતે બંધ રહેશે.

ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે માટે વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યા છે. તે મુજબ, મચ્છુનગર અંદરના ભાગથી આવતો ટ્રાફિક રામોલ પોલીસ સ્ટેશનથી હાથીજણ લાલગેબી સર્કલ થઈને ત્રિકમપુરા તરફના માર્ગો દ્વારા વટવા GIDCની અંદર જઇ શકાશે. જ્યારે બહાર આવવા માટે વાહનચાલકો ત્રિકમપુરા ચાર રસ્તાથી ડાબી તરફ વળીને GIDC તરફ જતાં અલગ અલગ રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.

બ્રિજના કામ દરમિયાન ટ્રાફિક સારી રીતે ચાલે તે માટે નાગરિકોને આ ડાયવર્ઝનનો અમલ કરવા અપીલ કરવામાં આવી છે. આ જાહેરનામાનો બીજી કરનારાઓ  સામે BNS 2023ની  કલામ 233 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલામ 131 મુજબ સજાને પાત્ર રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top