કોંગ્રેસએ ફરી વાયરલ કર્યો પીએમ મોદીનો AI વીડિયો, આંતરરાષ્ટ્રીય મંચ પર દર્શાવ્યા આ રીતે, જુઓ વિડ

કોંગ્રેસએ ફરી વાયરલ કર્યો પીએમ મોદીનો AI વીડિયો, આંતરરાષ્ટ્રીય મંચ પર દર્શાવ્યા આ રીતે, જુઓ વિડિયો

12/03/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસએ ફરી વાયરલ કર્યો પીએમ મોદીનો AI વીડિયો, આંતરરાષ્ટ્રીય મંચ પર દર્શાવ્યા આ રીતે, જુઓ વિડ

કોંગ્રેસ દ્વારા ફરી પીએમ મોદીનો AI વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા દેશના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. કોંગ્રેસના નેતા રાગિણી નાયકના X હેન્ડલ પરથી આ AI વીડિયોને 'હવે આ કોણે કર્યું, ભાઈ' (અબ ઈ કૌન કિયા બે)ના કૅપ્શન સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેશના પ્રધાનમંત્રીને એક આંતરરાષ્ટ્રીય સમિટમાં ચાની કીટલી અને કપ સાથે બતાવવામાં આવ્યા છે, જે તેમના ભૂતકાળના 'ચાયવાલા'ની ઓળખનો સંદર્ભ આપે છે. આ વીડિયો વાઇરલ થતાં જ ભાજપે તેના પર સખત વાંધો ઉઠાવતા વડાપ્રધાન પદની ગરિમાનું અપમાન ગણાવ્યું છે.



ભાજપનો વિરોધ

ભાજપનો વિરોધ

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સી.આર. કેસવને આ મામલે કોંગ્રેસ પર આકરો પલટવાર કરતા X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસનું આ શરમજનક કૃત્ય તેમના નેતૃત્વની વિકૃત માનસિકતા દર્શાવે છે. કેસવને આ વીડિયોને 140 કરોડ મહેનતુ ભારતીયોનું ગંભીર અપમાન ગણાવતા કહ્યું હતું કે, આ કોંગ્રેસ દ્વારા ઓબીસી સમુદાય પરનો સીધો હુમલો છે. કોંગ્રેસ નેતૃત્વ અને રાહુલ ગાંધી એ હકીકતથી નફરત કરે છે કે, ભારતીય જનતા સતત સમર્પણ અને સખત મહેનત દ્વારા આગળ વધેલા PM મોદીને પસંદ કરે છે અને ચૂંટે છે, જ્યારે જનતા અહંકારી અને વિશેષાધિકાર પ્રાપ્ત રાહુલ ગાંધીને વારંવાર નકારે છે.



અગાઉ પણ બનાવ્યો હતો AI વીડિયો બન્યો

કોંગ્રેસ દ્વારા અગાઉ પણ આવી હરકત થઈ ચુકી છે, પીએમનો AI વીડિયો શેર કરવાની આ પહેલી ઘટના નથી. 12 સપ્ટેમ્બરના રોજ બિહાર કોંગ્રેસ દ્વારા X પર PM મોદી અને તેમની માતાનો AI વીડિયો પોસ્ટ કરાયો હતો. જેનો લોકોએ ભારે વિરોધ કર્યો હતો. લોકોએ કોંગ્રેસની આ હરકતને જેમાં તેણે એક મૃત વ્યક્તિ જે આ દુનિયામાં નથી, તેણે આ રીતે રાજનીતિમાં ઘસેડીને, એ પણ એક માતાને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top