એકમાત્ર સર્વે જે બિહારમાં બનાવી રહ્યો છે મહાગઠબંધનની સરકાર, ચોંકાવી રહ્યા છે એક્ઝિટ પોલના આંકડા

એકમાત્ર સર્વે જે બિહારમાં બનાવી રહ્યો છે મહાગઠબંધનની સરકાર, ચોંકાવી રહ્યા છે એક્ઝિટ પોલના આંકડા

11/12/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

એકમાત્ર સર્વે જે બિહારમાં બનાવી રહ્યો છે મહાગઠબંધનની સરકાર, ચોંકાવી રહ્યા છે એક્ઝિટ પોલના આંકડા

બિહારની 243 વિધાનસભા બેઠકોની ચૂંટણી પૂરી થતા જ એજન્સીઓએ એક્ઝિટ પોલ જાહેર કરી દીધા છે. મોટા ભાગના સરવેમાં NDAને બહુમતી મળતી દેખાઈ રહી છે. ચૂંટણીના સર્વે પર નજર કરીએ તો બિહારમાં ફરી NDAની સરકાર બની શકે છે. આમાં NDAને 131-157 બેઠકો, મહાગઠબંધનને 80-93 બેઠકો અને અન્યને 3-6 બેઠકો મળી શકે છે.


વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ્સ

વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ્સ

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે નોંધાયું હતું અને ત્યારબાદ બીજા તબક્કામાં 11 નવેમ્બરે બમ્પર મતદાન થયું હતું. વોટિંગ બાદ 11 એજન્સીઓના એક્ઝિટ પોલનું તારણ છે કે બિહારમાં ફરીથી નીતિશ કુમારની સરકાર બની શકે છે.

MATRIZE-IANSના એક્ઝિટ પોલ અનુસાર, NDAને બિહારમાં 147-167 બેઠકો, મહાગઠબંધનને 70-90 બેઠકો અને અન્યને 2-6 બેઠકો મળી શકે છે.

ચાણકય સ્ટ્રેટેજીસ અનુસાર, NDAને 130-138 બેઠકો, મહાગઠબંધનને 100-108 બેઠકો અને અન્યને 3-5 બેઠકો મળતી જોવા મળી રહી છે.

POLSTRAT સર્વે મુજબ, NDAને 133-148 બેઠકો, મહાગઠબંધનને 87-102 બેઠકો અને અન્યને 3-5 બેઠકો મળવાની સંભાવના છે.

POLSTRATના એક્ઝિટ પોલ અનુસાર, NDAમાં BJPને 68-72, JDUને 55-60, LJP (R)ને 9-12, HAMને 1-2 અને RLMને 0-2 સીટો મળતી દેખાઈ રહી છે.

બિહારમાં POLL DIARYના એક્ઝિટ પોલમાં NDAને 184-209 બેઠકો, મહાગઠબંધનને 32-49 બેઠકો અને અન્યને 1-5 બેઠકો મળવાની ધારણા છે.

PRAJA POLL ANALYTICSના સર્વેમાં NDAને 186 બેઠકો, મહાગઠબંધનને 50 બેઠકો અને અન્યને 7 બેઠકો મળવાની ધારણા છે.

TIF રિસર્ચ એક્ઝિટ પોલ અનુસાર, NDAને 145-163 બેઠકો, મહાગઠબંધનને 76-95 બેઠકો અને અન્યને 3-6 બેઠકો મળવાની ધારણા છે.

બિહાર ચૂંટણી અંગેના JVCના એક્ઝિટ પોલ મુજબ, NDAને 135-150 બેઠકો, મહાગઠબંધનને 88-103 બેઠકો અને અન્યને 3-6 બેઠકો મળવાની ધારણા છે.


એક સર્વેમાં મહાગઠબંધનને બહુમતી

એક સર્વેમાં મહાગઠબંધનને બહુમતી

પીપલ્સ ઈનસાઈટના એક્ઝિટ પોલમાં NDAને 133-148 સીટો, મહાગઠબંધનને 87-102 સીટો અને અન્યને 3-6 સીટો મળી શકે છે. રુદ્ર રિસર્ચના સર્વેમાં NDAને 140-152 બેઠકો, મહાગઠબંધનને 84-97 બેઠકો, અન્યને 4-6 બેઠકો મળી રહી છે. બિહાર ચૂંટણીને લઈને કરવામાં આવેલ એકમાત્ર સર્વે Journo Mirrorમાં મહાગઠબંધન સરકારની બનવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં NDAને 100-110 બેઠકો, મહાગઠબંધનને 130-140 બેઠકો, AIMIMને 3-4 બેઠકો અને અન્યને 0-3 બેઠકો મળવાનો અંદાજ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top