‘અમિત જીએ મારો જીવ જ લઈ લીધેલો..’, મનોજ બાજપેયીએ આવું શા માટે કહ્યું? જાણો શું છે બંને અભિનેતાઓ

‘અમિત જીએ મારો જીવ જ લઈ લીધેલો..’, મનોજ બાજપેયીએ આવું શા માટે કહ્યું? જાણો શું છે બંને અભિનેતાઓ સાથે જોડાયેલો કિસ્સો

11/18/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

‘અમિત જીએ મારો જીવ જ લઈ લીધેલો..’, મનોજ બાજપેયીએ આવું શા માટે કહ્યું? જાણો શું છે બંને અભિનેતાઓ

અમિતાભ બચ્ચન બોલિવૂડના મહાન કલાકારોમાંથી એક છે. ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ તેમને ખૂબ માન આપે છે. છેલ્લા 60 વર્ષોમાં અમિતાભ ઘણી ફિલ્મોનો ભાગ રહ્યા છે, અસંખ્ય કલાકારો સાથે કામ કર્યું છે. મનોજ બાજપેયી તેમાંથી એક છે, જેમણે તાજેતરમાં બિગ બી સાથે જોડાયેલી એક આશ્ચર્યજનક કિસ્સો શેર કર્યો છે.


મનોજ બાજપેયી KBCના સ્ટેજ પર દેખાયા

મનોજ બાજપેયી KBCના સ્ટેજ પર દેખાયા

મનોજ બાજપેયી હાલમાં તેમની હિટ વેબ સીરિઝ ‘ફેમિલી મેનની સીઝન-3ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન, તેઓ અમિતાભ બચ્ચનના રિયાલિટી ટીવી શૉ ‘કૌન બનેગા કરોડપતિમાં પણ દેખાયા હતા. તેમની સાથે જયદીપ અહલાવત અને શારિબ હાશ્મી જેવા કલાકારો પણ સામેલ હતા. આ એપિસોડના પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં અમિતાભ ત્રણેય કલાકારો સાથે મજાક-મસ્તી કરતા અને સંવાદ કરતા દેખાય છે.

View this post on Instagram

A post shared by @sonytvofficial

આ દરમિયાન, વધુ એક પ્રોમો ક્લિપ સામે આવી, જેમાં મનોજ બાજપેયી અમિતાભ સાથે જોડાયેલી એક ઘટનાનું વર્ણન કરે છે. અભિનેતાએ કહ્યું કે, ‘અમિતજીએ મને એક વાર મારી દીધો હતો. મને હાર્ટ એટેક આવી જતો, માત્ર અમિતજીને કારણે. આ બધુ પ્લાન કરવામાં આવ્યું હતું મને ઉપર લઈ જવા માટે. તેમણે જે કહ્યું તેનાથી હું સ્તબ્ધ થઈ ગયો. આ દરમિયાન, અમિતાભ મનોજને અટકાવતા રહ્યા. તેમણે અભિનેતાને કહ્યું કે, તમે જે સત્ય છે તે કહી દો. અંતે, મનોજ કહે છે, તેમણે લગભગ મારો જીવ લઈ લીધો હતો.


મનોજ બાજપેયી-અમિતાભ બચ્ચનનો કિસ્સો શું હતો?

મનોજ બાજપેયી-અમિતાભ બચ્ચનનો કિસ્સો શું હતો?

ચાહકો આ ક્લિપથી ચોંકી ગયા છે. તેઓ જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે કે અમિતાભ બચ્ચને મનોજ બાજપેયી સાથે એવું શું કર્યું જેના કારણે તેમનો જીવ જવાનો હતો. જોકે, મનોજે ઘણા વર્ષો પહેલા કોમેડિયન કપિલ શર્માના શૉ પર આ કિસ્સો કહી ચૂક્યા છે.

આ ઘટના તેમની સાથે ત્યારે બની હતી જ્યારે તેઓ ફિલ્મ 'અક્ષ'માં બિગ બી સાથે કામ કરી રહ્યા હતા. રવિના ટંડન પણ ફિલ્મનો ભાગ હતી. ફિલ્મમાં એક સીન હતું, જેમાં મનોજ બાજપેયીને ધોધ નીચે કૂદવાનું હતું. આ સ્ટંટ ખૂબ ખતરનાક હતો. તેમણે લગભગ 85 ફૂટની ઊંચાઈ પરથી કૂદકો મારવો પડ્યો હતો. મનોજે કહ્યું હતું કે, તેમને ઊંચાઈથી ડર લાગતો હતો, એટલે તેઓ આ સ્ટંટ કરવા માટે ગભરાતા હતા.

આ સીનમાં અમિતાભ પણ હતા. જ્યારે અભિનેતા સ્ટંટ કરી શકતા નહોતા, ત્યારે ફિલ્મના એક્શન ડિરેક્ટરે તેમને બિગ બીનો હાથ પકડવાનું કહ્યું. પરંતુ બિગ બીના રમૂજી અંદાજથી મનોજ બાજપેયી વધુ ગભરાઈ ગયા. અમિતાભે અભિનેતાને કહ્યું કે જો તેમને કંઈ થઈ જાય તો તેઓ તેમની પત્ની જયા અને આખા પરિવારને જણાવી દે. આ વાતથી મનોજ ગભરાઈ ગયા અને તેમણે અમિતાભને કહ્યું કે આ સાંભળીને તેમને હાર્ટ એટેક આવી શકે છે, કારણ કે તેઓ પહેલાથી જ ડરી ગયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top