નવજાત બાળકને સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ આગના ગોળામાં ફેરવાઈ, ૪ લોકો થયા ભડથું, જાણો
અરવલ્લીના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. એક ખાનગી એમ્બ્યુલન્સ જે સારવાર માટે અમદાવાદ જઈ રહી હતી તે અચાનક આગના ગોળામાં ફેરવાઈને ભડથું થઈ ગઈ હતી. આ અકસ્માત ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામે થયો હતો. જેમાં સવાર ચાર લોકોના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા. જેમને સારવાર માટે ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીગ્નેશભાઈ મોચીના તાજા જન્મેલા (ઉં.વ. 1 દિવસ) બાળકને વધુ સારવાર માટે મોડાસાની રીચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક એમ્બ્યુલન્સમાં આગ લગતા આ ગોઝારી ઘટના બની હતી, જેમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા. જો કે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે આગ લાગતા વાહન ઊભું રાખ્યું હતું. તેમ છતાં એમ્બ્યુલન્સમાં સવાર નવજાત શિશુના પિતા જીગ્નેશ મોચી, જીગ્નેશભાઈનું તાજું જન્મેલું બાળક, ડોક્ટર ડોક્ટર રાજકરણ રેટીયા અને ભુરીબેન મનાતનું ઘટના સ્થળે જ મૃત્ય થયું હતું. જ્યારે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં બેઠેલા અને દાઝી ગયેલા અન્ય ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે, જેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર અંકિત ઠાકોર, ગૌસંગકુમાર મોચી અને ગીતાબેન મોચીનો સમાવેશ થાય છે.
આ આકસ્મિક ઘટના બાદ મોડાસા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-194 મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે. જો કે હજુ સુધી એમ્બ્યુલન્સમાં આગ લાગવાના ચોક્કસ કારણો જાણી શકાય નથી. પોલીસ દ્વારા વધું તપાસ ચાલુ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp