શાળાના યુનિફોર્મમાં દારૂ ખરીદતા 2 વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ

શાળાના યુનિફોર્મમાં દારૂ ખરીદતા 2 વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ

11/18/2025 National

SidhiKhabar

SidhiKhabar

શાળાના યુનિફોર્મમાં દારૂ ખરીદતા 2 વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મ પહેરીને દારૂ ખરીદતા જોવા મળી રહ્યા છે. આ ઘટના શાહનગરની સાંદીપની સ્કૂલની હોવાનું કહેવાય છે. વીડિયો સામે આવતાની સાથે જ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને વહીવટીતંત્રએ પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપી હતી.

વીડિયોમાં બે સગીર વિદ્યાર્થીઓ દારૂની દુકાને પહોંચે છે, દારૂ પેકિંગ કરાવે છે અને પછી કોઈપણ રોકટોક દારૂ લઈને નીકળી જાય છે. આ ઘટનાએ જિલ્લામાં દારૂની દુકાનોની સુરક્ષા અને દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.


સ્કૂલ યુનિફોર્મમાં દારૂ લેતા વિદ્યાર્થીઓ

સ્કૂલ યુનિફોર્મમાં દારૂ લેતા વિદ્યાર્થીઓ

મુખ્યમંત્રી મોહન યાદવે તાજેતરમાં પન્ના સહિત રાજ્યના 17 ધાર્મિક વિસ્તારોમાં દારૂ પ્રતિબંધની જાહેરાત કરી હતી. આમ છતા દારૂ વિક્રેતાઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે દારૂ વિક્રેતાઓ ન તો ઉંમર તપાસી રહ્યા છે અને ન તો સરકારી માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છે, જેના કારણે સગીરો સરળતાથી દારૂના સંપર્કમાં આવી રહ્યા છે.

17 ધાર્મિક વિસ્તારોમાં દારૂ પ્રતિબંધ લાગુ

પન્ના જિલ્લા વહીવટીતંત્રએ આ મામલે તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ કહ્યું છે કે તેમણે દારૂની દુકાનના માલિક અને શાળા બંને પાસેથી આ પરિસ્થિતિ કેવી રીતે ઊભી થઈ તે અંગે જવાબ માગ્યા છે. જોકે, શાળા સાથે સંકળાયેલા કોઈ અધિકારી કે વ્યક્તિ કેમેરા સામે આવવા તૈયાર નથી. આ દરમિયાન 19 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી મોહન યાદવની શાહનગર મુલાકાતની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ આ ઘટના પર વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાઓનું મૌન લોકોને પરેશાન કરી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top